સુરત ઓલપાડને જોડતા સારોલી રેલવે ઓવર બ્રિજમાં એક તરફનો ભાગ બેસી ગયો

સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને કારણે ઓલપાડ સરોલીને જોડતો રેલવે ઓવરબ્રિજનો એક તરફનો ભાગ બેસી ગયો છે. બ્રિજનો એક તરફનો ભાગ બેસી જતા મોટા વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. બ્રિજ નો એક તરફનો ભાગ વાહન વ્યવહાર માટે ચાલુ હોવાથી ઓલપાડ અને સુરત બંને તરફ વાહનોની લાંબી લાઈન લાગી ગઈ છે.સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલા ડીમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો છે તો ઓલપાડ સુરતને જોડતા સરોલી રેલવે ઓવર બ્રિજ ની બાજુમાંથી માટી નો મોટો હિસ્સો ઘસી ગયો છે. જેના કારણે એક તરફનો રોડ બેસી ગયો છે.

આ અંગેની જાણ થતાં તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સ્થળ નિરીક્ષણ બાદ આ બ્રિજ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત આ બ્રિજ પર સિંગલ ટ્રેકથી વાહન ચાલી રહ્યા છે જેને કારણે બ્રિજની બંને તરફ વાહનોની લાંબી લાઈન જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે ત્રણ વર્ષો પહેલા પણ આ બ્રિજનો કેટલોક ભાગ બેસી ગયો હતો પરંતુ પાલિકાએ તાત્કાલિક રીપેરીંગ કામ કરતા વાહન વ્યવહાર શરૂ થયો હતો. જોકે આ વખતે મોટો હિસ્સો બેસી જતા આ બ્રિજ પરથી મોટા વાહનો હવે પસાર થઈ શકશે કે કેમ તે એક પ્રશ્ન છે – રિપોર્ટર – અભિષેક પાનવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: