કાપોદ્રામાં ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતી સાત મહિલા ઝડપાઈ

સુરતનાં કાપોદ્રાની પી.પી.સવાણી સ્કુલ પાસે સંતલાલ સોસાયટી સમર્પણ એપાર્ટમેન્ટના એક મકાનની ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતી સાત મહિલાને કાપોદ્રા પોલીસે મંગળવારે સાંજે ઝડપી પાડી રોકડા રૂ.૧૪,૭૨૦ કબજે કર્યા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મળેલી બાતમીના આધારે કાપોદ્રા પોલીસે ગતસાંજે પી.પી.સવાણી સ્કુલ પાસે સંતલાલ સોસાયટી સમર્પણ એપાર્ટમેન્ટના મકાન નં.એ/૧૩/૧૧૩ ની ખુલ્લી ગેલેરીમાં જુગાર રમતી મહિલાઓ હેતલબેન મહેશભાઇ ઢોલા ( ઉ.વ.૫૦, રહે.ઘર નં.૧૦૧/એ/૧૩, સમર્પણ એપાર્ટમેન્ટ, સંતલાલ સોસાયટી, પી.પી.સવાણી સ્કુલની પાસે, કાપોદ્રા, સુરત ), નંદુબેન વિસાભાઇ મકવાણા ( ઉ.વ.૬૦ રહે.ઘર નં.૨૮૯ ઇન્દિરાનગર સોસાયટી, કાપોદ્રા, સુરત ), હંસાબેન રમેશભાઇ ત્રાપસીયાં ( પટેલ ) ( ઉ.વ.૫૦, રહે.ઘર નં.૨૩૮, શિવદર્શન સોસાયટી, યોગીચોક, સરથાણા, સુરત ), ઇલાબેન હિંમતભાઇ રામાણી ( ઉ.વ.૫૨, રહે. ઘર નં ૦૭, પુષ્પક સોસાયટી, ધરમનગર, કાપોદ્રા, સુરત ), હંસાબેન કરશનભાઇ કાંચર ( ઉ.વ.૫૨, રહે. ઘર નં.૨૯૮, સાગર સોસાયટી, ચીકુવાડી, કાપોદ્રા, સુરત ), વિજયાબેન જગદીશભાઇ હિરપરા ( ઉ.વ.૫૩) અને ચેતનાબેન ભાવેશભાઇ હિરાપરા ( ઉ.વ.30 ) ( બંને રહે. મકાન નં.બી/304, શાંતિનગર ધરમનગર રોડ હિરાબાગ કાપોદ્રા સુરત ) ને ઝડપી લીધાં હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૧૪,૭૨૦ કબજે કરી તેમનાં વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: