સુરતમાં છવાયો રાષ્ટ્રીય પવૅ નો રંગ

દેશભરમાં આઝાદીનાં ૭૫ માં અમૃત મહોત્સવની ઉજવણી ખૂબ જ રંગે ચંગે થઈ રહી છે. ત્યારે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા ધ્વજવંદન કરીને આઝાદીનાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ઉત્સાહ અને ઉમંગ વચ્ચે આજે તિરંગો લહેરાઈ રહ્યો છે. ૭૫ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી દેશભરમાં રંગે અંગે થઈ રહી છે.શાળા, કોલેજ સરકારી કચેરી, ખાનગી અને સામાજિક સંસ્થાઓમાં પણ આઝાદીનાં પર્વની ઉજવણી થઈ રહી છે. અલગ અલગ જગ્યા પ્રભાત ફેરી, તિરંગા યાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થઈ રહ્યાં છે. ત્યારે આઝાદીના ૭૫ વર્ષ પૂરા થતાં શેરી મહોલ્લા અને સોસાયટીઓમાં ઘરે-ઘરે તિરંગાઓ લહેરાઈ રહ્યાં છે તેવામાં સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ સ્વતંત્રતાં પર્વની ઉજવણી કરવામાં આવી હતી.સુરત પોલીસ કમિશનર અજય કુમાર દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીનાં ભાગરૂપે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ઉપરાંત સ્વતંત્ર પર્વની ઉજવણી દરમિયાન પોલીસની પરેડ પણ યોજવામાં આવી હતી. તો બીજી તરફ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓનું સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: