ભંડારી સમાજના ભૂતપૂર્વ એવા એક માત્ર સૈનિક જેમણે ૧૯૭૧ ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પોતાનું મહત્તમ યોગદાન આપ્યું હતું તેવા શ્રી મનહરલાલ મંછારામ પટેલ ના વરદ હસ્તે સગરામપુરા ભંડારી વાડ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું

જય ભારત સાથે જણાવવાનું કે આવનાર ૧૫ મી ઓગસ્ટ ૨૦૨૨ ના દિવસ જે ભારત દેશ માટે આઝાદી ના ૭૫ વર્ષ પુરા કરશે.

તયારે શ્રી સમસ્ત ચોર્યાસી જ્ઞાતિ પંચના તમામ હોદ્દેદારો તેમજ દરેક ગામના પંચ ના તમામ સભ્યો દવારા તા.૧૫-૦૮-૨૦૨૨ ને સોમવારે સવારે ૯:૦૦ કલાકે ભંડારીવાડ સગરામપુરા સુરત મુકામે ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સૌને હાજર રહેવા જાહેર આમંત્રણ આપવા માં આવ્યું હતું .

આપણા સ્વતંત્ર ભારત દેશના ૭૫ માં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આપણા જ સમાજના ભૂતપૂર્વ એવા એક માત્ર સૈનિક જેમણે ૧૯૭૧ ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પોતાનું મહત્તમ યોગદાન આપ્યું હતું

તેવા શ્રી મનહરલાલ મંછારામ પટેલ ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું . આ પ્રસંગે આપણા સમાજના દરેક ભાઈઓ અને બહેનોએ સમયસર હાજર રહી સ્વતંત્રતા દિવસને ગૌરવ પૂર્ણ બનાવવા સર્વ એ હાજરી આપી એ બદલ આપ નો સગરામપુરા ભંડારી પંચ આભાર માને છે

Leave a Reply

Your email address will not be published.

error: