સુરત જિલ્લાના પલસાણા તાલુકાના નેશનલ હાઇવે નંબર: ૫૩ પરથી એલ.સી.બી. પોલીસે ૧.૯૧ લાખ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

સુરત જિલ્લાના પલસાણા ખાતેથી એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.બાતમી આધારે પોલીસે પલસાણા ગામની સીમમાં ને.હ-૫૩ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન પાયલોટિંગ કરતી એક કાર તેમજ દારૂ ભરેલ કારનો ચાલક પોલીસની નાકાબાંધી જોઈ ભાગવા જતાં કાર રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. જ્યારે અન્ય એક કાર ચાલક કાર લઈ ભાગી છૂટ્યો હતો. પોલીસે વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ રૂ. ૧૧.૮૧લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને આ ગુનામાં સંડોવાયેલ ૬ વ્યક્તિને વોટેડ જાહેર કર્યા હતા.પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રના નવાપુરથી બે કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો છે. અને આ બંને કારનું એક કારનો ચાલક પાયલોટિંગ કરી રહયો છે. જે હકીકતના આધારે એલસીબી પોલીસની ટીમે પલસાણા ગામની સીમમાં શક્તિ રેસિડન્સીની સામે ને.હા-૫૩ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમી મુજબની પાયલોટિંગ કરતી એક કાર તથા વિદેશી દારૂ ભરેલ બે કાર આવી હતી. પરંતુ પોલીસની નાકાબંધી જોઈ આ ત્રણે કારના ચાલકો યુ ટર્ન લઈ ભાગવા લાગ્યા હતા. પોલીસે પીછો કરતાં આઈ-20 કાર નંબર જીજે-05-આરબી-4836 તથા દારૂ ભરેલ કાર જીજે-27-બીએલ-0474 રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી જ્યારે અન્ય એક કાર જીજે-05-0567 નો ચાલક કાર લઈ ભાગી છૂટ્યો હતો. રોડની સાઈડમાં ઉતરી ગયેલ બંને કારના ચાલકો પણ ભાગી છૂટ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતાં વિદેશી દારૂની નાની મોટી બોટલ તેમજ બીયરના ટીન નંગ ૧૩૯૯કિંમત રૂ, ૧.૯૧ લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બે કાર તેમજ વિદેશી દારૂ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૧૧.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ ત્રણે કારના ચાલક તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરાવનાર કમલેશ મીઠાલાલ ખત્રિ ઉર્ફે મારવાડી, તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સુરત શહેરનાં નાનપુરા વિસ્તારમાં રહેતા મોન્ટી કાનિયો ઉર્ફે મિલન શાહ તેમજ મિનેશ કહારને વોંટેડ જાહેર કરી ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: