સુરત શહેરમાં કોરોના વિદાય તરફ ૧લી માર્ચથી ધન્વંતરી રથ ની કામગીરી તબક્કાવાર બંધ કરાશે

સુરત શહેરમાંથી હવે કોરોનાં મહામારીની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે.હાલ રોજના માત્ર ૭ થી ૧૦ પોઝીટીવ કેસ મળી રહ્યા છે. જેને પગલે મનપાએ સંજીવની ૨થ બંધ કરી દીધા છે, જ્યારે હાલ કાર્યરત ધન્વંતરી રથ પણ આગામી ૧ લી માર્ચથી મનપાં દ્વારા બંધ કરવામાં આવશે.
શહેરની ૫૦ લાખની વસ્તીમાંથી હવે દૈનિક ૭ થી૧૦ કેસો જ મળી રહ્યા હોવાથી કોરોના શહેરમાંથી વિદાય લઈ ચુક્યો છે એવું મનપા એ પણ માની લીધું છે. જોકે હાલ ત્રીજી લહેરનો લગભગ અંત આવી ચુક્યો છે ત્યારે મનપા દ્વારા ફક્ત સેન્ટ્રલ વોર રૂમ ચાલુ રાખવામાં આવશે. જયારે ઝોન વાઈઝ ચાલતા કન્ટ્રોલ રૂમ , આગામી ૧૮ માર્ચના રોજ હોળીના તહેવાર બાદ તબક્કાર બંધ કરવામાં આવશે , એ અંગે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.આ અંગે મનપા સુત્રોના જણાવ્યા મુજબ મનપા દ્વારા કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ પર લેવાયેલા સ્ટાફને પણ તબક્કાવાર છૂટો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલ મનપામાં વિવિધ કેડરમાં અલગ અલગ સ્થળે ૧૨૦૦ જેટલો સ્ટાફ કોન્ટ્રાક્ટ ૫૨ કાર્યરત છે. જેઓને તબક્કાવાર રજા આપવામાં આવશે. મનપાએ મહામારી દરમ્યાન કરારબદ્ધ કરેલ મેન એન્ડ વોર્ડબોય, આયા, સહીત ૪૪૪ લોકો કરાર હેઠળ છે. જયારે ફાયર વિભાગમાં ૪૩ જેટલા ડ્રાઈવરો કરાર હેઠળ કાર્યરત છે. કોરોના મહામારી દરમ્યાન કોન્ટ્રાક્ટ હેઠળ થયેલ આ ભરતીમાંથી તબક્કાવાર સ્ટાફ છૂટો કરી કોન્ટ્રાક્ટ પૂર્ણ કરાશે.વધુમાં હાલ મનપા દ્વારા પહેલી માર્ચથી ૮૦ જેટલા ધનવંતરી ૨થ બંધ કરાશે. વિવિધ ઝોનમાં ચાલતાં કંટ્રોલ રૂમ પણ હોળી પછી તબક્કાવાર બંધ કરાશે. ટેસ્ટિંગમાં પણ ઘટાડો કરવામાં આવશે, મશીનરી સહીત તમામ કોન્ટ્રાક્ટ રેપીડ ટેસ્ટ , આરટીપીસીઆર સહીત પૂર્ણ કરવામાં આવશે. હાલ મનપાના રોજના ૭ હજાર ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યા છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: