સુરત માં સરકારી સિવિલમાં કેસ પેપર કરતાં ટુ વ્હિલનાથ પાર્કિગનો ડબલ ચાર્જ લેવાય છે

મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે પાર્કિગનો કોઇ ર્ચાજ લેવામાં આવતો નથી. જયારે સરકારની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતાં દર્દીના કેસ પેપર કરતા ટુ વ્હિલનાં પાર્કિગનાં ડબલ ચાર્જ વસુલવામાં આવી રહ્યાં છે.સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ સારવાર માટે આવે છે. જોકે સિનિયર સીટીઝન, અકસ્માત, જેવા કેટલાક દર્દી સિવાયના અન્ય દર્દીઓ પાસે સારવાર માટે કેસ પેપરનાં રૃા. ૫ ચાર્જ લેવામાં આવે છે. જયારે પાર્કિંગ માટે ટુ વ્હિલનાં રૃા. ૧૦, થ્રી વ્હિલના રૃા.૨૦, કારના રૃા.૩૦ અને લો વ્હિલકના રૃા. ૯૦ સુધી પાર્કિગનો ચાર્જ લેવાનું કોન્ટ્રાકટરે આજથી શરૃ કર્યુ છે. જે છ કલાક માટે હોવાનાં બેનર લગાડવામાં આવ્યા છે.
જયારે બીજી તરફ આજે સવારે નવી સિવિલના કિડની બિલ્ડીગ પાસે પાર્કિગવાળાઓ બહાર અંદર આવતા વાહનચાલકોને રોડ વચ્ચે ઉભા રખાવીને પાર્કિગનો ચાર્જ વસુલતા હતા. એટલુ નહી હોસ્પિટલ માંથી ભટાર તરફના ગેટ તરફથી બહાર જતા વાહનચાલકોને ઉભા રાખીને પાર્કિગની રસીદ માંગતા હતા. જેના લીધે સારવાર માટે આવતા દર્દી, સ્ટાફ સહિતનાં વ્યકિતઓને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.ગરીબ દર્દીઓ પાસે પાર્કિગનો વધુ ચાર્જ લઇને કરાતી લૂંટ તાકીદે બંધ કરવા અંગે દર્દી સેવા સમિતિ દ્વારા કલેકટર કચેરી, નવી સિવિલ અને મેડીકલ કોલેજના અધિકારીને લેખીતમાં રજુઆત કરાઇ છે. જોકે પાર્કિગની લૂંટ બંધ નહી કરાશે તો દર્દી સેવા સમિતિ દ્વારા આંદોલનની ચિમિકી આપવામાં આવી છે. એવુ સમિતિના પ્રમુખ સુભાષભાઇ ઝાડેએ કહ્યુ હતુ.રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત