સુરત મહાનગર પાલિકાનું બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં પાલિકાનું બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતે બજેટમાં સ્થાયી સમિતિનાં સભ્યોને બજેટની ફીજીકલ કોપી આપવામાં આવી નહીં. પાલિકાએ દરેક કોર્પોરેટરોને લેપટોપ આપ્યા છે તેથી પાલિકા પેન ડ્રાઈવમાં બજેટની કોપી આપવામાં આવી તેનો ઉપયોગ કરીને સ્થાયી સમિતિમાં સભ્યો બજેટ પર ચચા કરી. સ્થાયી સમિતિ માં જે રીતે બજેટની સોફ્ટ કોપી આપવામા આવી છે તેવી જ રીતે સામાન્ય સભામા પણ સોફ્ટ કોપી જ આપવામા આવી હતી જેમાં આજે બેઠકમાં આ પેપર લેશ પહેલી બેઠક ગુજરાતમાં પહેલી પાલિકા છે.સોમવારે નાં સુરત મહાનગપાલિકાની સ્થાયી સમિતિમાં ડ્રાફ્ટ બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરત મ્યુનિ.નાં સ્થાયી સમિતિના બજેટમાં પહેલી વાર સ્થાયી સમિતિનાં તમામ સભ્યોને બજેટની હાર્ડ કોપી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. બજેટની સ્થાયી સમિતિ માટે જે એજન્ડા કાઢવામાં આવ્યો છે તેમાં જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સભામાં આવનાર સભ્યોએ લેપટોપ અને પેન ડ્રાઈવ લઈને આવવાનું રહેશે.આ પેન ડ્રાઈવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથાં ડ્રાફ્ટ બજેટની કોપી આપવામાં આવશે. જેનાં કારણે સ્થાયી સભ્યોએ પાલિકાએ આપેલા લેપટોપનો ઉપયોગ કરીને બજેટ માટેની ચર્ચા કરવી પડશે.આમ પાલિકાએ પહેલી વાર સ્થાયી સમિતિની બજેટની સભા પેપર લેસ કરવાનો પ્રયાસ કર્યો છે. જેવી રીતે સ્થાયી સમિતિની બજેટની સભા પેપર લેસ કરવામાં આવી છે. તેવી જ રીતે આગામી બજેટની સામાન્ય સભા પણ પેપર લેસ કરવા માટે પાલિકા તત્ર આયોજન કરી શકે છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા – સુરત