સુરતમાં ઠંડીની સિઝનમાં ચાલુ થયા કુટણખાનાં અંદર થતાં હતાં આવાં ગંદા કામ

સુરતનાં સરથાણાં વિસ્તારમાં આવેલા રોયલ આર્કેડમાં ધમધમતા ત્રણ સ્પામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે દરોડા પાડ્યાં હતાં. જેમાં ચાર ગ્રાહક અને એક કર્મચારી સહિત પાંચની ધરપકડ કરી હતી. પોલીસે અહી અલગ અલગ ત્રણ દુકાનોમાં દરોડો પાડ્યો હતાં. જ્યાં સ્પા/મસાજ પાર્લરની આડમાં કૂટણખાના ધમધમી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

સુરતમાં અવાર નવાર સ્પાની આડમાંધમધમતાકુટણખાનાનો પર્દાફાશ થઇ રહ્યો છે. ત્યારે ફરી એક વખત આવા કુટણખાના પર પોલીસે દરોડો પાડ્યો હતો. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનીટે બાતમીના આધારે સરથાણા નેચર પાર્કની સામે આવેલા રોયલ આર્કેટમાં દરોડો પાડ્યો હતો. અહિં પોલીસે પહેલા માળે આવેલી દુકાનો પૈકી દુકાન નબર ૧૦૫ માં સિલ્વર સ્પા/મસાજ પાર્લરની દુકાનમાં તથા દુકાન નબર ૧૪૫ કે દુકાનમાં સ્પા, મસાજ પાર્લરનું નામ નથી ત્યાં અને દુકાન નબર ૧૪૬ ખુશી સ્પા મસાજ પાર્લરની દુકાનોમાં રેડ કરી હતી.જેમાં દુકાન નંબર ૧૦૫ ના માલિક રાહુલભાઈ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરાયો હતો. જયારે ગ્રાહક મેહુલભાઈ ચંદ્રેશભાઈ ચંગાણી તથા બે લલનાઓ મળી આવી હતી. આ ઉપરાંત દુકાન નંબર ૧૪૫ ના સંચાલકગીતાબેનવિજયભાઈ ગોદાણી તથા તેઓનાં સ્પામાંથી એક લલના અને જગદીશભાઈ જીવરાજભાઈ મણીયા, રણવીર રામ ભરોસે બોઘેલતથાસંજયગોરધનભાઈ ગજેરા નામનાત્રણગ્રાહકોને ઝડપી પાડ્યા હતા.આ ઉપરાંત દુકાન નબર ૧૪૬ ના સંચાલકસપનાબેનઅર્જુનભાઈ ઇન્દવેનાં સ્પામાંથી બે લલનાઓ મળી આવી હતી. તેમજ ત્યાં કર્મચારી તરીકે કામ કરતાં સંકેત રોહિતભાઈ કોશિયાને પણઝડપીપાડવામાં આવ્યો હતો.પોલીસે અહીંથી ૫ મહિલાઓને વધુ પૂછપરછ માટે સરથાણા પોલીસને સોપવા તજવીજ હાથ ધરી હતી તેમજ રોકડા રૂપિયા અને ૬ મોબાઈલ ફોન મળી કુલ ૪૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: