સુરત માં ગોથાણ-હજીરા રેલવે લાઇનનાં વિરોધમાં ૧૪ ગામનાં ૫૦૦ ખેડૂતોની બાઇક રેલી

સુરત જિલ્લાનાં ગોથાણ-હજીરા વચ્ચેના નવાં રેલ્વે ટ્રેક માટે જમીન સંપાદન કરવાનાં વિરોધમાં ૧૪ જેટલા ગામોના અંદાજે ૫૦૦ખેડૂતોએ બાઈક રેલી કાઢી સુરત જિલ્લા કલેકટરને વાંધા અરજી સાથે રજુઆત કરી હતી.ખેડૂતોએ નવાં રેલ્વે ટ્રેકને બદલે હયાત રેલ્વે લાઈનનો ઉપયોગ કરવામાં આવે તેવી માંગ કરી જમીન આપવાનો ઈન્કાર કર્યો છે.

ગોથાણથી હજીરા વચ્ચેનાં ૩૪ કીલોમીટર નવાં રેલ્વે ટ્રેક માટે જમીન સંપાદન કરવાના વિરોધમાં આજે સુરત જિલ્લાના ૧૪ ગામોનાં અંદાજે ૫૦૦જેટલા ખેડૂતોએ જહાંગીરપુરા જીન મીલથી સુરત જિલ્લા કલેકટર કચેરી સુધી વિશાળ બાઈક રેલીનું આયોજન કર્યું હતુ.કુલ ૧૪ ગામોનાં ૨૦૦થી વધુ ખેડુતોની ખેતીલાયક જમીન સંદન કરવામાં આવે તેવી સ્થિતિનાં પગલે ખેડૂતોએ પોતાની જમીન આપવાનો સાફ ઈન્કાર કર્યો છે.ખેડુતોએ બાઈક રેલી કાઢીને ૧૪જેટલાં વાંધા સાથેની અરજીઓ સાથે સુરત જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે.ખેડૂતોએ સંયુક્ત સુરે જણાવ્યું છે કે જો જમીન સંપાદન માટે ખેડુતો પર બળજબરી કરવામાં આવશે તો આગામી દિવસોમાં આંદોલન વધુ જલદ બનાવશે.નવાં રેલ્વે ટ્રેકને બદલે હાલમાં હયાત રેલ્વે ટ્રેકનું વિસ્તરણ કરવામાં આવે તો ખેડૂતોની જમીન સંપાદનનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. આ વિરોધ પ્રદર્શનમાં માત્ર ખેડૂતો જ નહીં,ગામની મહીલાઓ તથા બાળકો પણ ઉપસ્થિત રહ્યાં હતા.મોટા ઉદ્યોગોને લાભ આપવા ખેડૂતોને જમીન વિહોણા કરવામાં આવી રહ્યાં છે ખેડૂત સમાજદક્ષિણ ગુજરાત ખેડુત સમાજનાં પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા ગમે તે ભોગે જમીન સંપાદન કરવાં માટે જ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે. જેના વિરોધમાં ૧૪ ગામોના અસરગ્રસ્ત ખેડૂતો પોતાના જીવ આપી દેશે પરંતુ જમીન તો કોઈપણ સંજોગોમાં નહીં આપવાનો હુંકાર કર્યો છે. નવાં રેલ્વે ટ્રેકથી હજીરાની એક પણ સરકારી કંપનીને લાભ થવાનો નથી. માત્ર મોટા ઉધોગોનો લાભ આપવાં માટે જ ગરીબ અને નાના ખેડુતોની જમીન સંપાદિત કરીને પાયમાલ કરવામાં આવશે. અગાઉ હાઈવે તથા ગેસ લાઈન સહિતનાં અલગ અલગ કારણોસર જમીન સંપાદન બાદ હવે જિલ્લાનો ખેડૂત જમીન વિહોણો બની જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: