સુરત સિવિલ ડીફેન્સ ટ્રેનિંગ અમરોલી તથા લાલગેટ ડીવિઝન આયોજીત

હાલ જ્યારે વિશ્વયુદ્ધનાં ભણકારા વાગી રહ્યાં છે ત્યારે સર્વ દેશો પોત પોતાની તૈયારીઓ કરી રહ્યાછે આ સમયે ભારત સરકાર સંચાલિત તથા દેશના લશ્કરની ચોથી પાંખ નાગરીક સંરક્ષણ દળ એટલેકે સિવિલ ડિફેન્સ સુરત અમરોલી તથા લાલગેટ ડિવિઝન દ્વારા મોટાવરાછા સ્થિત SMC કોમ્યુનિટી હોલ ખાતે સુદામા ટ્રષ્ટ ના સથવારે મોટાવરાછા,નાનાવરાછા સહીત સ્થાનિક જાગૃત લોકોને જોડી પાંચ દિવસીય ટ્રેનિંગનુ આયોજન કરવામાં આવ્યુ જેમાં આગ, પુર, ભુકંપ, બોમ્બ વિસ્ફોટ, કેમિકલ અટેક, અકસ્માત, આતંકવાદી હુમલાઓ કે યુધ્ધના સમયે કટોકટીમાં કેવીરીતે સ્વરક્ષણ કે રાષ્ટ્રરક્ષણ કરવુ અને આસપાસના નાગરીકોના જાન માલનાં સંરક્ષણ કેવીરીતે કરવા તે બાબતે તાલિમ આપવામં આવી

આ તાલિમમાં માસ્ટર ટ્રેનર તરીકે સુરત સિવીલ ડિફેન્સ ડેપ્યુટી ચિફ મહંમદ નવેદ શેખ સાહેબ તથા ટ્રેનર વિજય પટેલ દ્વારા આગના પ્રકારો, બોમ્બના પ્રકારો યુધ્ધના પ્રકારો તથા સમયાંતરે સર્જાતી કટોકટી વિશે વિશેષ તાલીમ આપવામાં આવી, આ પાંચ દિવસીય તાલીમમાં સુરત મ.ન.પા. ડેપ્યુટી કમિશ્નરશ્રી તથા સુરત ટ્રાફિક એ.સી.પી શેખ સાહેબ ઉપસ્થિત રહ્યા અને સુરત ના ઇન્ચાર્જચિફ ફાયર ઓફીસર જે.જે.પટેલ તથા મોટાવરાછા થી એફ.ઓ રાહુલ બાલાસરા,માર્શલ્સ અને તેમની ટીમ દ્વારા ફાયર બાબતે તમામ સાધનો સહીત એક દિવસની પ્રેક્ટીકલ તાલિમ આપવામાં આવી.અને રેડક્રોસ થી ડો.જગ્ગીવાલા પણ હાજર રહી ફર્સ્ટએડ અને અકસ્માતે લોકોને માનસીક અને પ્રેક્ટીકલી કેમ ટકાવી રાખવા તે ટ્રેનિંગ આપવામાં આવી

ઉપરોક્ત તાલિમના અંતે પાંચમા દિવસે તમામ પ્રોટોકોલના પાલન સાથે વિશેષ ડિસિપ્લીન સહીત સૌ સિવિલ ડિફેન્સના વોર્ડનોની નિગરાનીમાં તમામ વિષયો પર ૫૦ માર્કસની પરિક્ષા પણ રાખવામાં આવીહતી. નાગરીક સંરક્ષણ દળના આ વિશાળ તાલિમ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતીમા સુરત શહેરના મેયર હેમાલીબેન બોઘાવાલા, મ.ન.પા ડેપ્યુટી કમિશ્નરશ્રી ઉપાધ્યાય સાહેબ, ટ્રાફીક એ.સી.પી શેખ સાહેબ, સુરત ચિફ ફાયર ઓફીસર જે.જે.પટેલ સાહેબ તથા મોટાવરાછા ફાયરટીમ, સુરત સિવિલ ડિફેન્સ ચીફ કાનજીભાઇ ભાલાળા, ડેપ્યુટી ચીફ મહંમદ નવેદ શેખ સાહેબ તથા અમરોલી ડિવિઝનલ વોર્ડન પ્રકાશકુમાર વેકરીયા, લાલગેટ ડિવીઝનલ વોર્ડન સત્ય દવે, મેહુલ સોરઠીયા, વિજય છૈરા તથા બન્ને ડિવિઝનના ડેપ્યુટી ડિવિઝનલ વોર્ડન આશિષ વડોદરીયા અને પ્રવિણ બુટાણી સહીત વોર્ડનોની ટીમ અને સુદામા ચેરીટેબલ ટ્રષ્ટના વિપુલ દેસાઇ,રોનક ધેલાણી અને કાર્યકર્તાઓની ટિમ સહીત વિશાળ સંખ્યામાં ટ્રેનિસો હાજર રહ્યા હતા.
નાગરીક સંરક્ષણ દળની મોટાવરાછા ખાતેની આ તાલિમનાં સમાપન પ્રસંગે ઉપરોક્ત તમામ પદાધિકારીઓ તથા ઓફીસરોનુ વિશેષ સન્માન કરવામાં આવ્યુ અને સુરત સિવિલ ડિફેન્સ તથા અમરોલી અને લાલગેટ ડિવિઝન દ્વારા સુરત મહાનગર પાલિકા, સુરત ફાયર વિભાગના સૌ ઓફીસરો, તથા પદાધીકારીઓ અને આ રાષ્ટ્રકાર્યમાં જોડાયેલા તમામ લોકોનો હ્રદયથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: