હળવદ શિવાલયોમાં  શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

હળવદ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ભસ્મ આરતીનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું

મહાશિવરાત્રીના દિવસે બહારગામ રહેતા હળવદીયાઓ મોટી સંખ્યામાં શિવરાત્રી પર્વ ની ઉજવણી કરવા માદરે વતન હળવદમાં અવશ્ય પધારે છે. ભૂદેવો દ્વારા શિવરાત્રીના દિવસે સવારે મહાદેવ નું પુજા અર્ચના અને શિવ પુજા કરવામાં આવે છે
હળવદ નાં વિવિધ શિવાલયોમાં શિવરાત્રી નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે.શિવરાત્રી મહોત્સવ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે.

જેટલા કંકર એટલા શંકર એવુ કહેવાય છે. મહાશિવરાત્રી પર્વ,  મહાદેવની પૂજા અર્ચના લોકો ભક્તિભાવ પૂર્વક કરે છે. હળવદ માં મહાશિવરાત્રી ની અનોખી રીતે ઉજવણી થાય છે. હળવદ ફરતી બાજુ એ શિવાલયો આવેલાં છે.દેવાધી દેવ મહાદેવ ની વાજતેગાજતે ઢોલ નગારા ડીજેના તાલે બેન્ડબાજા સાથે ભવ્ય પાલખી શોભાયાત્રા નીકળે છે. આ પ્રસંગે હળવદ નાં ભૂદેવો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગામમાં બધા શિવાલયો ને રંગ રોગણ કરી શોભાવવા માટે શિવ ભક્તો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.આગામી તા. ૧ ના રોજ શિવરાત્રી છે ત્યારે હળવદ ના વિવિધ શિવાલયોમાં ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે શરણેશ્વર મહાદેવ, વૈજનાથ મહાદેવ, ગૌલોકેશ્રવર મહાદેવ, ભીડભંજન મહાદેવ,નીલકંઠ મહાદેવ, ભવાની ભૂતેશ્વર મહાદેવ, પંચમુખી મહાદેવ, જાગનાથ મહાદેવ, હાટકેશ્વર મહાદેવ, રફાળેશ્વર મહાદેવ,વગેરે શિવાલયોમાં શિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજા-અર્ચના તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ધામધુમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.સમગ્ર શહેર શિવમય બની ગયું છે. શહેરના શિવાલયો ને રંગ રોગણ કરી શોભાવવા માટે શિવ ભક્તો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

i

Leave a Reply

Your email address will not be published.

error: