અંજાર તાલુકાના પશુડા નજીક આવેલા મોમાઈ મંદિરે આજથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું પ્રારંભ થયો

અંજાર તાલુકાના પશુડા ગામ નજીક સમસ્ત પશુડા-શક્તિનગર ગામ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ નું પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે ચૈત્ર સુદ નોમ થી શુભારંભ કરવામાં આવ્યો. કથાના પાવન પ્રસંગોની વાત કરીયે તો આજે સવારે 9 વાગે પોથીયાત્રા ભીમગૂડા મહાદેવ મંદિરથી નીકળી હતી અને કથા સ્થળ મોમાઈ માતાજી ના મંદિર કથા સ્થળે સાસ્ત્રોતક પૂજા પાઠ કરવામાં આવી હતી. આ કથા ના વ્યશપીઠે વક્તા વિધવાન ભગવતાચાર્ય શ્રી દિનેશચંદ્ર રાવલ ના બિરાજીને રસભર રસમય અને આગવી શૈલી સાથે કથા નું રસપાન કરાવી રહ્યા છે.

ભાગવત કથા સવારે નવ થી એક વાગ્યા સુધી ચાલશે.આ ભાગવત કથા ભાગવત કથાની શુભ સરુવાત દીપપ્રાગટ્ય થી કરવામાં આવી હતી. દીપપ્રાગટ્ય મોગલધામ કબરાઉ ના મહંતશ્રી પરમ પૂજ્ય બાપુ શ્રી મોગલકુલ અને મહંતશ્રી ભીમગૂડા મંદિર ના સીવનાથ બાપુ.રાધેશ્યામ જી સ્વામી. મોમાઈ માતાજીના ભુવાશ્રી ધનાભાઇ રવાભાઈ ઉંદરીયા ના કરકમળ દ્વારા કરવામાં આવ્યો હતો.સમસ્ત પશુડા ગ્રામજનો માં ઉત્સા જોવા મળ્યો હતો

કથામાં પધારેલા સાધુ સંતોનું ફુલહાર અને સાલ દ્વારા સન્માન કરાયો હતો તેમજ રાજકીય અને સામાજિક અગેવાનું નું સન્માન કરાયો હતો. આ કથાનું સ્થળ -મોમાઈ માતાજી મંદિર છે. પશુડા સુખપર રોડ તેમજ ભીમગૂડા મહાદેવ મંદિર સામે આવેલ છે. અહીં 7 દિવસ સુધી ચાલનાર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં કચ્છ અંજાર ભચાઉ. ગાંધીધામ. આદિપુર ભુજ.તાલુકા સહિતના ગામના લોકો કથા નું મોટી સંખ્યામાં લાભ લેવાના છે – રીપોર્ટ – ગની કુંભાર ભચાઉ



