શ્રીમતિ નિરંજના પંકજ મહેતા પ્રાથમિક માધ્યમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

રાપર શ્રીમતિ નિરંજના પંકજ મહેતા પ્રાથમિક & માધ્યમિક શાળા,રાપર-કચ્છ એકતાનગરમાં વિજ્ઞાન અને ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં ૪૫ જેટલાં વિદ્યાર્થીઓ એ ભાગ લઈને વિવિધ કૃતિઓ રજૂ કરેલ હતી, આ પ્રદર્શન માં વાલીઓ એ પણ ઉત્સાહ ભેર મુલાકાત લીધેલ હતી,આ પ્રદર્શન માં શાળા ના શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ અને ચાવડા જ્યોતિબેન અને અન્ય સ્ટાફ મિત્રોએ વ્યવસ્થા સંભાળી હતી તેમજ સમગ્ર પ્રદર્શન શાળાના આચાર્યા કિરણબા જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યુ હતુ અને મુખ્ય મહેમાન તરીકે  સરસ્વતી કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી પન્નાબેન ગોસ્વામી, નીતાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 

કોઈપણ શાળાના ચાર સ્તંભો હોય છે ટ્રસ્ટીગણ, પ્રિન્સિપાલ, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓ. અમને ખૂબ ગર્વ છે કે આપણી આ શાળાના આ ચારેય સ્તંભો ખૂબ મજબૂત છે. શાળાનો દરેક વિદ્યાર્થી પ્રથમ વાંચે ત્યારબાદ સમજે અને એનો વ્યવહારિક અમલ કરે તે માટે આપણી શાળામાં સાયન્સ મેથ્સ એજ્યુકેશન એક્ઝિબિશન રાખવામાં આવેલ હતું. આ એક્ઝિબિશનમાં વિશેષ આકષિર્ત સ્પેસ સેન્ટર, ઇકો ફ્રેન્ડલી, રોબોટ સ્માર્ટ સિટી, સ્માર્ટ વિલેજ વગેરે જેવા વિષય ઉપર વિદ્યાર્થીઓએ ૨૫ મોડેલ્સ તૈયાર કર્યા હતા. શાળા દ્વારા આયોજિત થતાં આવાજ કાર્યક્રમો આવનારી પેઢી માટે નવા વૈજ્ઞાનિકો તૈયાર કરશે. આમાંથી જ કોઈ અબ્દુલ કલામ કે વિક્રમ સારાભાઈ નો જન્મ થશે એવું અમે દ્રઢ પણે માનીએ છીએ.

Leave a Reply

Your email address will not be published.

error: