બોર્ડર રેન્જ આઈજી એ સામખીયારી પોલીસ મથકે ઇન્સ્પેક્શન હાથ ધર્યું

કચ્છ – સામખિયારી તારીખ – ૨૩/૧૨/૨૦૨૧ ગુરુવાર

આજે કચ્છ બોર્ડર રેન્જના આઇજીપી જે આર મોથાલીયા એ પૂર્વ કચ્છ જિલ્લા વિભાગ ના સામખીયારી પોલીસ મથક નું ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું આ સમયે પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા આઈજી ના રિડર પીઆઇ એ. ડી. સુથાર રાપર ઇન્ચાર્જ સીપીઆઇ પી. એન ઝીઝુવાડીયા સામખીયારી પીએસઆઇ એ. વી. પટેલ પીએસઆઇ રમના સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા 

સામખીયારી પોલીસ મથકમાં ઇન્સ્પેક્શન દરમિયાન આઇજીપી મોથાલીયા નું પોલીસ મથક ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી હતી તેમજ પુષ્પ ગુચ્છ દ્વારા એસપી મયુર પાટીલ અને નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા એ આવકાર આપ્યો હતો ઉપરાંત આઇજીપી એ પોલીસ મથકે તમામ રેકોર્ડ નું ઇન્સ્પેક્શન હાથ ધરી વિવિધ સુચનાઓ આપી હતી ઉપરાંત પોલીસ કર્મચારીઓ માટે પોલીસ દરબાર નુ આયોજન કરવામાં આવ્યું હતું સામખીયારી પોલીસ મથકમાં આવતા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ તેમજ હાઈવે પેટ્રોલીંગ અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુચના આપી હતી આમ બોર્ડર રેન્જ આઈજી દ્વારા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ ના ઇન્સ્પેક્શન દરમિયાન સામખીયારી પોલીસ નું ઇન્સ્પેક્શન કર્યું હતું, અહેવાલ – મહેશ રાજગોર, ભરત પ્રજાપતી

Leave a Reply

Your email address will not be published.

error: