વંદનાની વેદનાભરી કહાની

લબ પે આતી હૈ દુઆ બનકર તમન્ના મેરી , જિંદગી શમ્મા કી સુરત હો ખુદાયા મેરી કોઇ ગઝલકારની ગઝલની આ બે પંક્તિ માનવીને જિંદગીનો એક નવો જ અર્થ પ્રદાન કરે છે . આશ્ચર્ય અને ઐશ્વર્યથી ભરેલા આ જગતમાં સુખ – દુખ , ગરીબી – અમીરી , શોક – હર્ષ સમયાંતરે માનવીના હિસ્સામાં આવતાં રહે છે , આ નિયતીનો ક્રમ છે જોકે અમુક એવી ઘટનાઓ ઘટી જાય છે જે માનવીનાદિલોદિમાગની દશા અને દિશા સદંતર બદલી નાખે છે. મહાનગર મુંબઇમાં આવી ઘટનાઓ કોઇ નવી બાબત નથી. પેટનો ખાડો પુરવા માટે માનવીઓની અનેરી મથામણ મહાનગરી મુંબઇમાં જોવા મળે છે. 

એક તરફ ઊંચી ઊંચી ઇમારતો અને આલીશાન ફ્લેટોમાં રહેતા અમીરોની ઐયાથીની ચર્ચા અવારનવાર પ્રકાશમાં આવતી રહે છે તો બીજીતરફ ફૂટપાથને જ મહેલ સમજનારા ગરીબોની બેફકરાઇ પણ જાણવા જેવી છે. જિંદગી અને મોતનું મુંબઇમાં કોઇ લેવાલ નથી બસ અહીની ભાગદોડભરી જિંદગી લોકોને ભાગદોડ જાણે કોઠે પડી ગઇ છે. અહીં આપણે વાત કરવી છે એક એવી વ્યક્તિની જેને મહાનગરી મુંબઇમાં ગાંડાનું ઉપનામ મળી ગયું. એનું નામ હતું વંદના લાડક્યા ધુલસાડ . ઉંમર – ૨૦ થી ૨૫ વર્ષ , અભ્યાસ એસ.એસ.સી પાસ, જાતી ખ્રિસ્તી ( આદીવાસી ) સારો એવો અભ્યાસ  કરનારી વંદના સ્થાનિક સ્કુલમાં નાનાં બાળકોને ભણાવતી હતી, જોકે , ઉંમરલાયક વંદનાનાં લગ્ન કરાવવાની ચિંતા માતા – પિતાને સતાવી રહી હતી . જોકે , વંદના જે સમાજમાં રહેતી હતી એના નિયમો પણ જાણવા લાયક હતા. 

કારણ કે વંદના આદિવાસી હતી અને વંદનાના સમાજમાં એવો રિવાજ છે કે યુવક – યુવતી પ્રથમ લગ્ન કર્યા વિના સાથે રહે અને યુવતીને બાળક થાય ત્યારબાદ જ તેમનાં બન્નેનાં લગ્ન કરાવવામાં આવે આવી જ રીતે વંદના માટે પણ તેનાં માતાપિતાએ યુવક પંસદ કર્યો અને વંદના તેની સાથે રહેવા લાગી ધીરે ધીરે સમય સરતો ગયો અને વંદનાની બદકિસ્મતીની શરૂઆત થવા લાગી કારણ કે વંદનાને પાંચ વરસ સુધી કોઇ સંતાન થઇ રહ્યું ન હતું અને આથી જ વંદનાને તેનો ભાવી પતિ નાપસંદ કરવા લાગ્યા અને વંદનાની માનસિક સ્થિતી લથડવા લાગી અને આખરે વંદના એક દિવસ પાગલ – બની ગઇ અને મહાનગર મુંબઇમાં ગરકાવ થઇ ગઇ. માનસિક રીતે પાગલ વંદના આમતેમ ભટકીને જિંદગી ગુજારવા લાગી અને વંદનાને એક નવું નામ મળ્યું – પાગલ વંદના ખરેખર પૂર્ણ રૂપથી પાગલ બની ગઇ અને કુડા – કચરામાંથી ખાવાનું શોધીને પેટ ભરવા લાગી તો બીજીતરફ વંદનાનાં ગરીબ માતા – પિતાની એટલી તાકાત નહોતી કે વંદનાને શોધી શકે. 

જોકે , અગણિત દુખોનો પણ એક દિવસ તો આરો આવનારો જ હોય છે એ ન્યાયે વંદનાના જીવનમાં પણ ખુશીઓ આવી અને વંદનાની ગુમનામ જિંદગીને અર્થ આપવા માટે ખુદાએ એક ફરીશ્તાને મોકલ્યો . આ ફરીશ્તાનું નામ હતું દયારામભાઇ મહારાજ અમન ચેરિટેબલ ટ્રસ્ટ નામની બિનસરકારી સંસ્થા ચલાવતા દયારામભાઇ મહારાજની નજર મલાડમાં પુષ્પા પાર્કની નજીક આમતેમ રખડીને કચરામાંથી ખાવાનું શોધી રહેલી વંદના પર પડી . વંદનાને જોતાં જ ભાવુક હદયના દયારામભાઇની આંખોમાંથી આંસુની સરવાણી ફૂટી નીકળી . દયારામભાઇ વંદનાને સીધા જ પોતાના ઘરે લઇ ગયા, અને દયારામભાઈ ની  ધર્મપત્ની લક્ષ્મી બહેને સારી રીતે નવડાવી – ધોવડાવીને વંદનાને સ્વચ્છ કરી અને પ્રેમાળ હાથોથી ભોજન કરાવ્યું . વંદના પર આ પ્રેમાળ સ્પર્શની વેધક અસ ૨ થઇ અને વંદનાના ચહેરા પર ખોવાઇ ગયેલું સ્મિત ફરી પાછું રેલાવા લાગ્યું . જોકે , હવે વંદનાને રાખવી ક્યાં અને તેની સારવાર કેવી રીતે કરવી , તેનાં માતાપિતાનો પત્તો કેવી રીતે લગાવવો ? એ સવાલો દયારામભાઇના મનમાં રમવા લાગ્યા . જોકે , શોધવા જઇએ તો ભગવાન પણ મળી જાય છે એ ન્યાયે દયારામભાઇને રેસ્કયુ ફાઉન્ડેશન મળી ગયું અને વંદનાને રેસ્કયુ ફાઉન્ડેશનમાં દાખલ કરવામાં આવી. 

રેસ્કયુ ફાઉન્ડેશનમાં વંદનાની માનસિક સારવાર કરવામાં આવી અને પ્રોબેશન ઓફિસરો અને મેડિકલ કાઉન્સેલરો દ્વારા તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું પ્રેમાળ સા૨વા૨ ને પ્રતાપે વંદનાની તબિયતમાં સુધારો થવા લાગ્યો કાઉન્સેલરો દ્વારા વંદનાની પ્રેમપૂર્વક પૂછપરછ કરવામાં આવી અને વંદના પાસેથી તેનાં માતાપિતાનું નામ – સરનામું મેળવવામાં સફળતા મળી ત્યારબાદ રંજનાનાં માતાપિતાનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને રેસ્કયુ ફાઉન્ડેશનમાં બોલાવવામાં આવ્યાં ફાઉન્ડેશનમાં વિધિવત રીતે વંદનાનો તાબો તેનાં માતાપિતાને આપવામાં આવ્યો અને ફરીથી વંદનાના પરિવારમાં ખુશીઓની છોળો રેલાવા લાગી. અહેવાલ – દયારામ મારાજ 

Leave a Reply

Your email address will not be published.

error: