રાજકોટમાં બારેમાસ સેવાકાર્ય કરતી સંસ્થા એટલે યુવા સેના ટ્રસ્ટ: રાજકોટ વિવિધ વિસ્તારોમાં જલેબી ગાંઠિયા નું વિતરણ કર્યું

રાજકોટ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ના સેવાકાર્યમાં રચ્યાપચ્યા રહેતા એવા ક્ષત્રિય સમાજના પ્રદ્યુમ્ન સિંહ ઝાલા જેવો બારેમાસ સેવાનો ભેખ ધારણ કરી દીધું હોય તેમ જરૂરત મંદઓ ની સેવાના કાર્યમાં સતત રચ્યા પચ્યા રહે છે જેમાં ખાસ કરી ઝુપડપટ્ટી વિસ્તારમાં નાના બાળકોને અવારનવાર નાસ્તો તેમજ વાર-તહેવારે ગરીબ મધ્યમ વર્ગના બાળકો સાથે ઉત્સાહભેર ઉજવણી કરવાનું તેમજ ઠંડીના માહોલમાં ગરમ સેટર ટીશર્ટ વિતરણ કરવાનું તેમજ ઉનાળાની ઋતુમાં ચંપલ વગેરે વગેરે વિવિધ સેવાઓ થી રાજકોટ શહેર જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં રાજકોટની યુવા સેના ટ્રસ્ટ ના અધ્યક્ષ પદયુમન  સિંહ ઝાલા ની સેવાનો સુર જાણે બારેમાસ મુદ્દો હોય તેમ ફરી આજ રોજ તારીખ ૨૪/૦૧/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરના મધ્યમ વર્ગના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા લોકો ના બાળકોને ગરમ ગરમ જલેબી ગાંઠિયા સાથે સાથે બાળ રાજા ખુશ થાય તે માટે ચોકલેટ નું વિતરણ કર્યું

પણ રાજાઓના આશિષ પ્રાપ્ત કરવાના પ્રયાસો કરતી સંસ્થા એટલે રાજકોટ શહેરની  યુવા સેના ટ્રસ્ટ જે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત રાજકોટ શહેર સહિત અન્ય રાજ્ય જિલ્લામાં પણ સેવાના કાર્ય થી પરિચિત છે જે સેવાકીય પ્રવૃત્તિ ની બાળ રજાઓ સાથેની તસવીરમાં નજરે પડે છે – રિપોર્ટર : ઈરફાનશા શાહમદર રાજકોટ

Leave a Reply

Your email address will not be published.

error: