હવે “RED-CEL” બ્રાન્ડની બેટરી બનશે ગ્રાહકોની નવી પસંદ મોરબીમાં ઉત્પાદિત બેટરીના “રેડ સેલ બેટરીઝ ડીપો” નો પ્રારંભ કરાયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વોકલ ફોર લોકલ માટેની પહેલને આગળ વધારતા મોરબીમાં રેડ સેલ પાવર એલ.એલ.પી. કંપની દ્વારા વિવિધ પ્રકારની બેટરીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. મોરબી જિલ્લામાં ઉત્પાદન થતી બેટરીઓનો ડીપો “રેડ સેલ બેટરીઝ ડીપો” નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ડીપોનો પ્રારંભ ગત બુધવારના રોજ કંપનીના ડિરેક્ટરશ્રીઓ ગૌતમભાઇ કાલરીયા, રમેશભાઇ ભોરણીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પ્રભાતભાઇ ડાંગર, ક્રિષ્ના હોસ્પિટલના ડૉ. વિનોદભાઇ કૈલા, અગ્રણીશ્રી અનીલભાઇ તેમજ પ્રવિણભાઇ શનાળીયા ઉપસ્થિત રહ્યા હતા. 

રેડ-સેલ પાવર એલ. એલ. પી. કંપની દ્વારા ઉચ્ચ ટેકનોલોજી ધરાવતી બેટરીઓનું ઉત્પાદન અને સપ્લાય રેડ-સેલ બ્રાન્ડ થી કરવામાં આવે છે. રેડ-સેલ પાવર એલ.એલ.પી. મોરબી જિલ્લાના બગથળા ખાતે આવેલ છે. આ કંપની અત્યાધુનિક સંપૂર્ણ સ્વસંચાલિત એટલે કે “વોકલ ફોર લોકલ“  ને અનુસરે છે. જે ભારત તેમજ અન્ય દેશોમાંની ક્લાસવન ટેકનોલોજી અને મશીનરીમાં શ્રેષ્ઠ અને ઉતમ છે.

ઉચ્ચ ગુણવત્તા અને સર્વિસના વચનમાં શ્રેષ્ઠતા સાથે,  “RED-CEL” બ્રાન્ડની બેટરીઓ ભારતીય સ્ટાન્ડર્ડ (IS), જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ (JIS) અને જર્મન ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન અનુસાર ઉત્પાદન કરે છે જેથી ક્વોલિટી નો ઉદ્દેશ્ય હાંસલ કરીને ગ્રાહકોની અપેક્ષાઓ સંતોષી શકાય અને પ્રામાણિકતાની સંસ્કૃતિમાં મોરબી સ્થિત કંપની ડીપો “રેડ સેલ બેટરીઝ ડીપો”  કાર્યરત્ત કરવામાં આવેલ છે. આ ડીપો ભગવતી ચેમ્બર, દુકાન નંબર-17, 8-એ નેશનલ હાઇવે, ક્રિષ્ના ટાયરની બાજુમાં, ત્રાજપર ખાતે શૈલેશભાઇ એચ. શનાળીયા દ્વારા શરૂ કરવામાં આવેલ છે. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: