રાપર પોલીસે ચુંટણી લક્ષી કામગીરી હાથ ધરી

કચ્છ – રાપર – તારીખ – ૧૨/૧૨/૨૦૨૧ વાર – રવીવાર 

આગામી દિવસોમાં યોજાનારી ગ્રામ પંચાયત ની ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ની સુચના થી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પી એન ઝીઝુવાડીયા પીએસઆઇ વી. એલ પરમાર પીએસઆઇ જી જી જાડેજા દ્વારા રાપર પોલીસ મથક હેઠળના ગામો મા તેમજ સદર બીટ રવ ઓપી ફતેહગઢ ઓપી તેમજ રાપર શહેર મા ચુંટણી લક્ષી કામગીરી હાથ ધરી હતી જેમાં લાયસન્સ ધરાવતા ૯૪ હથિયારો પોલીસ મથકે જમા લીધેલ તો ચુંટણી દરમિયાન કોઈ બબાલ ના થાય તે માટે ૬૦ શખ્સો સામે અટકાયતી પગલાં લેવામા આવેલ ઉપરાંત ૪૫ શખ્સો સામે પ્રોહિબીશન ના કેસ દાખલ કરવામાં આવ્યા છે તો ૧૫ પ્રોહી  કલમ ૯૩ મુજબ ગુનો નોંધી અટક કરી છે ઉપરાંત એક શખ્સ સામે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે તો 3 જુગાર ના કેસ દાખલ કરવામાં આવ્યા છે આમ રાપર પોલીસ દ્વારા જુદા જુદા ગામોમાં ચૂંટણી લક્ષી કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: