રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વ ની ઉજવણી

કચ્છ – રાપર – તારીખ – ૧૪/૦૧/૨૦૨૨ શુક્રવાર – રાપર આજ થી સુર્ય નો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ પર્વ આજ થી કમુહૂર્તા ઉતરી જતાં આજ થી ધાર્મિક અને માંગલિક પ્રસંગો યોજાશે ત્યારે આજે પૂર્વ કચ્છ ના વાગડ વિસ્તારના રાપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મકરસંક્રાંતિ પર્વ ની ઉજવણી લોકો એ ધામધૂમથી કરી હતી છેલ્લા બે વર્ષથી તમામ ધાર્મિક તહેવારો પર પાબંદી કોરોના એ લગાવી હતી ત્યારે આજે લોકો એ મનમુકી ને મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ ની ઉજવણી કરી હતી રાપર સહિત વાગડ વિસ્તારમાં લાખો રૃપિયા ની કિમંત ના પતંગો ચીકી ફીરકી તેમજ ઉંધીયા નો વેપાર થયો હતો તો તાલુકા મથકે લોકો એ વહેલી સવારે મંદિર ખાતે દેવ દર્શન તેમજ અબોલ પશુઓ ને ઘાસચારો તેમજ તલ તેમજ અન્ય ચીજવસ્તુઓ નું દાન કરી ઉત્તરાયણ નું મહત્વ મુજબ દાન પુણ્ય કર્યું હતું તો જલારામ ગૃપ રાપર દ્વારા ગાયો ને દાતાઓ ના સહકાર થી ઘાસચારો આપ્યો હતો જેમાં શૈલેષ ભીંડે ડાયાલાલ કોળી ધીરજ લાલ ઠક્કર જોડાયા હતાં તો નાના મોટા સૌ કોઈ અગાસી તેમજ ધાબા પર તેમજ મેદાન મા એ… કાપ્યો છે ની ચીચીયારી વચ્ચે પતંગ મહોત્સવ ની ઉજવણી કરી હતી આમ આજે વાગડ વિસ્તારમાં ઉતરાયણ પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: