રાપર ટાઉન ખાતેથી ઈગ્લીશદારૂનો ( પ્રોહિબીશનનો ) ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ 

મ્હે પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ , પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન અંગેની બદી નેસ્ત – નાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એમ.એન.રાણા નાઓને મળેલ બાતમી હકીકતના આધારે રાપર પો.સ્ટે.ના રાપર ટાઉન ખાતે વિકાસવાડીની સામે આવેલ ત્રંબો નિવાસ નામના બિલ્ડીંગમાં આરોપી પૃથ્વીસિંહ ઉર્ફે ગટી કેન્દુભા પ્રવિણસિંહ જાડેજા રહે – મુળ -ત્રંબો હાલ રહે- ત્રંબો નિવાસ , વિકાસવાડીની સામે , રાપર ખાતે આવેલ પોતાના રહેણાંક મકાનની સામેના પોતાના કબ્જા ભોગવટાના મકાનમાંથી ઈંગ્લીશ દારૂ – બિયરની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ -૪૪૨ કિ.રૂ .૫૬,૯૦૦ / -નો પ્રોહિબીશનનો મુદ્દામાલ મળી આવતા પ્રોહિબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે . 

આરોપીનુ નામઃ પૃથ્વીસિંહ ઉર્ફે ગટી કેન્દુભા પ્રવિણસિંહ જાડેજા રહે – મુળ – ત્રંબો હાલ રહે- ત્રંબો નિવાસ , વિકાસવાડીની સામે , 

રાપર કબ્જે કરેલ મુદામાલઃ ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇગ્લીશ દારૂ – બીયરની કુલ્લ બોટલ નંગ -૪૪૨ કી.રૂ .૫૬,૯૦૦ / 

કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઃ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એમ.એન.રાણા તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત સફળ કામગીરી કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: