રાપર તાલુકા મા પોલીસ કર્મચારીઓ ને બુસ્ટર ડોઝ આપવા મા આવ્યો

મ્ઞાણ્મણર હાલ મા કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની ત્રીજી લહેર વચ્ચે સંક્રમણ ફેલાઈ રહ્યું છે ત્યારે ફ્રન્ટ લાઈન વર્કર ને કોરોના સંક્રમિત અને ઓમીક્રોન ના ભોગ ના બને તે માટે રાજ્ય મા નવ જાન્યુઆરી થી બુસ્ટર ડોઝ આપવા મા આવી રહયો છે જેમાં સરકારી વિભાગો મા ફરજ બજાવતા જુદા જુદા કર્મચારીઓ ને બુસ્ટર ડોઝ આપવા મા આવી રહયો છે જેમાં આજે રાપર ખાતે પોલીસ કર્મચારીઓ ને બુસ્ટર ડોઝ આપવા મા આવી રહયો છે જેમાં રાપર પોલીસ મા પોલીસ કર્મચારીઓ ૫૨ જીઆરડી ૮૦ હોમગાર્ડ ૨૯ ટીઆરબી ૫ આડેસર પોલીસ ૪૬ જીઆરડી ૬૦ બાલાસર પોલીસ ૨૧ જીઆરડી ૨૯ ને બુસ્ટર ડોઝ આપવા નું શરૂ કરવામાં આવ્યું છે


આ અંગે અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ તેમજ તાલુકા આરોગ્ય સુપરવાઇઝર રામજી ભાઈ પરમાર ફિમેલ હેલ્થ વર્કર વેણુ બેન વડવાઈ રાહુલ મસુરીયા એ વેકશીનેશન આપવા ની કામગીરી હાથ ધરી હતી આજે યોજાયેલ વેકશીનેશન અંગે બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયા ની સુચના થી પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઈન્સ્પેક્ટર પી. એન. ઝીઝુવાડીયા પીએસઆઇ જી જી જાડેજા મહેશ પટેલ બાબુભાઈ કારોત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આ અંગે માહિતી આપતાં અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ તેમજ સુપરવાઇઝર રામજી ભાઈ પરમાર એ જણાવ્યું હતું કે રાપર તાલુકામાં ફ્રન્ટ લાઈન વર્કર તરીકે ફરજ બજાવતા તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ને બુસ્ટર ડોઝ આપવા મા આવશે જેથી કોરોના અને ઓમીક્રોન ના સંક્રમિત ના થાય તે માટે આ બુસ્ટર ડોઝ આપવામાં આવી રહયો છે – રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: