રાપર પોલીસ ઈન્સ્પેક્ટર ને આવકાર સાથે વિદાયમાન આપવામાં આવ્યો

ણણકચ્છ – રાપર – તારીખ – ૨૦/૦૧/૨૦૨૨ ગુરુવાર તાજેતરમાં પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ એ પૂર્વ કચ્છ મા ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર અને પીએસઆઈ ની આંતરિક બદલીઓ કરી હતી તે અન્વયે રાપર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પી. એન ઝીઝુવાડીયા ની બદલી ગાંધીધામ સાયબર સેલ મા કરવામાં આવેલ તો રાપર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. રાણા ની નિમણૂક કરવામાં આવતા આજે રાપર પોલીસ મથકે વિદાયમાન આપવામાં આવ્યું હતું 


પોલીસ ઈન્સ્પેક્ટર પી એન. ઝીઝુવાડીયા રાપર પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે છ મહિના દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જે કામગીરી કરી હતી તે અન્વયે સામાન્ય નાગરિક તેમજ પોલીસ પરિવાર મા સુમેળ જાળવ્યો હતો જેમાં એમને પોલીસ મથકમાં કર્મચારીઓ દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું તો નવા આવેલા પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન. રાણા ને આવકાર આપવામાં આવ્યો હતો જેમાં વિદાયમાન લેતા પોલીસ ઈન્સ્પેક્ટર ને મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તો નવા પોલીસ ઈન્સ્પેક્ટર રાણા ને શાલ અને શ્રીફળ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો 


નવા આવેલા પી આઇ રાણા એ રાપર પોલીસ મથક હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુમેળ જાળવશે ઉપરાંત પોલીસ કર્મચારીઓ ને પણ લોક ઉપયોગી કાર્ય કરવા માટે સૂચના આપી હતી તેમજ પોલીસ મથકમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ નો પરિચય કેળવ્યો હતો

આજે યોજાયેલ આ કાર્યક્રમમાં રાપર પોલીસ મથક ના કર્મચારીઓ અનુક્રમે પીએસઆઇ જી. જી જાડેજા એએસઆઇ કરશન ભા ગઢવી દિનેશ ગોહિલ ધીરજભાઈ પરમાર  સજુભા જાડેજા હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ચુડાસમા સુમતિ ભાઈ પરમાર નાથાભાઈ પરમાર બીંદુભા જાડેજા મુકેશ ઠાકોર ટવીઃકલબેન દેસાઈ નરેશ ઠાકોર પ્રતાપસિંહ જેઠવા મહેશ પટેલ પ્રવીણ હડિયલ સામજી આહિર ભાણજી ભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા – રીપોર્ટ – મહેશ રાજગોર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: