ખડીર પ્રાંથણ વિસ્તારના લોકો ને પોતાની બ્રાંડ ઉભી કરવા માટે પૂર્વ કચ્છ પોલીસ વડા નું આહ્વાન

રાપર વાગડ વિસ્તારના રાપર તેમજ ખડીર એ સરહદી વિસ્તાર છે આ વિસ્તારમાં રહેતા લોકોને કોઈ સમસ્યા નથી ને તે જોવા માટે દર મહિને જુદા જુદા પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા લોકોના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે લોક સંપર્ક કરી લોક દરબારનું આયોજન કરવામાં આવે છે ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ અને બાલાસર ખડીર પીએસઆઇ ડી. આર ગઢવી સહિત ના પોલીસ સ્ટાફ દ્વારા નાગપુર લોંદ્રાણી ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એસપી મયુર પાટીલ પીએસઆઇ ડી. આર ગઢવી તેમજદિલીપભાઈ માયાભાઈ ધૈડા વેલા ભીખા ધૈડા ભરત ગેલા ધૈડા હરેશદાન ભરતદાન ગઢવી ખોડા સોમા રબારી વાલા ડાયા રબારી સરપંચ શ્રી વેરસરા ગ્રામ પંચાયત નટુભા સોઢા શિવુભા સોઢા પથાભાઈ હરિભાઈ ચાંડ સીદા તેજા બારી દેવશી માદેવ રબારી વગેરે ગ્રામજનો હાજર રહેલ હતા
તો ખડીર અને પ્રાંથણ ના લોકો એ સિંચાઈ માટે નર્મદા કેનાલ દ્વારા પાણી આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી ઉપરાંત આરોગ્ય શિક્ષણ અને માર્ગ અંગે યોગ્ય કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી તો પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ એ ખડીર પ્રાંથણ ના લોકો ને પોતાની બ્રાંડ ઉભી કરવા માટે આહ્વાન કર્યું હતું જેમાં ખડીર પ્રાંથણ નો બાજરો જીરુ બોર બકરી તેમજ આ વિસ્તારમાં પશુધન આધારિત છે એટલે દુધ ધી ઉત્પાદન કરી ખડીર ધોરાવીરા ની અલગ બ્રાન્ડ ઉત્પાદન કરવા માટે આહ્વાન આપ્યું હતું
કારણ કે આ વિસ્તારમાં કોઇ ઈન્ડસ્ટ્રી એરીયા નથી અને પ્રવાસન ક્ષેત્રે ધાર્મિક સ્થળો અને કુદરતી ખજાના થી ભરપુર આ વિસ્તારમાં જો સ્થાનિક લોકો મંડળી રચી પોતાનાં બ્રાન્ડ ની ચીજવસ્તુઓ નું વેચાણ કરે તો લોકો ને આવક થાય તેમજ છે ખાવડા અને કાળા ડુંગર ધોરડો રણ વિસ્તારમાં જતા પ્રવાસીઓ નો સમુહ ખુબ જોવા મળે છે અને ખાવડા અને ધોરડો જતા માર્ગમાં મીઠા માવા નું વેચાણ લોકો કરી રહ્યા છે જે હાલ મા ખુબ પ્રખ્યાત છે ત્યારે આવી રીતે આ ખડીર પ્રાંથણ વિસ્તારની કાયા કલ્પ કરી શકાય તેમ છે એટલે ખડીર પ્રાંથણ વિસ્તારના લોકો ને પોતાની બ્રાંડ બનાવી જરૂરી છે તેમ જણાવ્યું હતું
તો લોકો ને ખડીર પ્રાંથણ વિસ્તારના કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરતા લોકો એ ખડીર બાલાસર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા એકદમ સરસ છે અને ખૂબ સારી રીતે પોલીસ તંત્ર ની કામગીરી છે તેના થી સંતોષ વ્યક્ત કર્યો હતો આમ ખડીર પ્રાંથણ વિસ્તારના લોકો ને આજે પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ દ્વારા અનેરું આહ્વાન આપી આવક કેમ ઉભી કરી શકાય તેવી વિગતો આપતાં લોકો મા આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી