રાપર તાલુકા મા “૧૫ થી ૧૮ વર્ષ ની વયના ૧૧૪૦૮ ના ને વેકશીન આપવા મા આવશે

કચ્છ – રાપર – તારીખ – ૦૩/૦૧/૨૦૨૨ રાપર આજ થી શરુ થયેલ પંદર થી અઢાર વર્ષ ની વયના વિધાર્થીઓ અને બાળકો ને વેકશીન આપવા ની શરુઆત કરવામાં આવી છે જેમાં રાપર તાલુકા મા વેકશીન શરૂ કરવા મા આવી છે જે અંતર્ગત રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો પૌલ ના જણાવ્યા મુજબ રાપર તાલુકા મા ૩/૪/૧/૨૦૨૨  એમ બે દિવસ પંદર થી અઢાર વર્ષ ની વયના બાળકો અને વિધાર્થીઓ ને વેકશીન આપવા ની શરુઆત કરવા મા આવી છે જેમાં ૩૭ સ્કૂલ મા ૪૫૬૧ અને સ્કૂલ ના જતા ૬૪૪૮ મળી ને કુલ ૧૧૪૦૮ ને વેકશીન આપવા મા આવશે 

જેના માટે ૫૦ ટીમો બનાવવા મા આવી છે તો આજે રાપર શહેરમાં સરસ્વતી કન્યા વિદ્યાલય.. રાપર સરકારી હાઈસ્કૂલ તેમજ મોર્ડન સ્કૂલ ખાતે વિધાર્થીનીઓ. વિધાર્થીઓ અને હોસ્ટેલ ના પંદર થી અઢાર વર્ષ ની વયના બાળકો ને વેકશીન આપવા મા આવેલ આ માટે આરોગ્ય વિભાગ ના હિરલબેન ડાભી. હેમાંગીની પટેલ આફતાબ દિનેશ ભાઈ. કંચન બેન સુવારીયા નયન પરમાર ભરત ચૌધરી વિગેરે એ કામગીરી હાથ ધરી હતી તો સ્કૂલ મા વેકશીન અંગે સરસ્વતી કન્યા વિદ્યાલય ના આચાર્ય પન્ના બેન ગૌસ્વામી દિનાબેન સોલંકી ગંગા બેન દેસાઈ નિતાબેન પટેલ તેમજ સરકારી હાઈસ્કૂલ ના આચાર્ય એ. ડી. બારોટ એ કામગીરી હાથ ધરી હતી સરકારી હાઈસ્કૂલ મા ૬૮૪ સરસ્વતી કન્યા વિદ્યાલય મા ૭૪૧ તેમજ મોડર્ન સ્કૂલ અને હોસ્ટેલ મા ૧૩૭  વેકશીનેશન આપવામાં આવશે

આમ વાગડ વિસ્તારના રાપર તાલુકા મા કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી થી બચવા માટે પંદર થી અઢાર વર્ષ ની વયના બાળકો અને વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ને વેકશીનેશન આપવા ની શરુઆત કરવા મા આવી છે જલારામ ગૃપ રાપર દ્વારા વેકશિનેશન અંગે આવનાર બાળકો ને બિસ્કિટ આપવા મા આવ્યા હતા. અહેવાલ – મહેશ રાજગોર વાઢિયા

Leave a Reply

Your email address will not be published.

error: