રાપર શહેર અને તાલુકા બક્ષીપંચ મોરચા ભાજપ ની કારોબારી સમિતિ નીબેઠક નું આયોજન કરવામાં આવ્યું.

આ બેઠક માં આગામી સમયગાળા માં બક્ષીપંચ મોરચા ભાજપ દ્વારા જે ગુજરાત સરકાર અને ભારત સરકાર ની યોજનાઓ છે તે અંગે માહિતી આપવા માં આવી. જરૂરિયાતમન્દ વ્યક્તિ ને સરકારશ્રી ની યોજના નો લાભ મળે તે અંગે ના કાર્ય નું આયોજન કરવા માં આવ્યું.

(૧) રાપર શહેર બક્ષીપંચ મોરચા ભાજપ દ્વારા જરૂરિયાતમન્દ ને ઇ-શ્રમ કાર્ડ કોઈ પણ ચાર્જ લીધા વિના તારીખ ૨૬/૦૧/૨૦૨૨ પ્રજાસત્તાક દિન નિમિતે ભાજપ કાર્યાલય રાપર ખાતે બનાવી આપવા માં આવશે (૨) રાપર શહેર ના બક્ષીપંચ માં આવતા જ્ઞાતિ ની યાદી તૈયાર કરવી (૩) વિધવાઓ ની યાદી અને જેને સહાય નથી મળતી તેમના ફોર્મ ભરી આપવા (૪) બધી સમાજ ના પ્રમુખ ના નામ અને મોબાઈલ નંબર ની યાદી તૈયાર કરવી (૫) શક્તિકેન્દ્ર ના ઈનચાર્જ ની નિમણુંક કરવા માં આવી (૬) બક્ષીપંચ મોરચા ના કાર્યકર્તા દ્વારા વિવિધ જ્ઞાતિ ના ૨૦૦ વ્યક્તિ ની તૈયાર કરવા માં આવી. બેઠક માં ડોલરરાય ગોર, રાપર શહેર ભાજપ મહામંત્રી મેહુલભાઈ જૉષી, લાલજીભાઈ કારોત્રા, બક્ષીપંચ મોરચા કચ્છ જીલ્લા ના મંત્રી અરવિંદ માળી, રાપર શહેર બક્ષીપંચ મોરચા ના મહામંત્રી રમેશભાઈ સાધુ, તાલુકા બક્ષીપંચ મોરચા ના પ્રમુખ નાનજીભાઇ ઠાકોર, મંત્રી અમિતભા ગઢવી,  જયદેવ મારાજ, લાલજીભાઈ આહીર વગેરે કાર્યકર્તા ની વિશેષ ઉપસ્થિતિ હતી. આ બેઠક નું સંચાલન બક્ષીપંચ મોરચા રાપર શહેર ભાજપ ના પ્રમુખ અવિનાશ પ્રજાપતિ દ્વારા અને આભારવિધિ મહાવીર સિંહ દ્વારા કરવા માં આવેલ. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: