રાપર તાલુકા ના શિરાંનીવાંઢ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને બે વર્ષ થી પીવા ના પાણી ના ધાંધીયા

કચ્છ – રાપર – ૧૫/૦૧/૨૦૨૨ – શનીવાર  આજના સમય મા રાજય સરકારે દરેક શાળા મા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે ફતવો બહાર પાડી રહી છે ત્યારે સરહદ ની નજીક આવેલા રાપર તાલુકાના શિરાંનીવાંઢ ગામે આવેલી કચ્છ જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક કુમાર કન્યા શાળા કે જેમાં અંદાજે ૧૭૦ થી વધુ વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ ધો. ૧ થી ૮ મા અભ્યાસ કરે છે ત્યારે આ શાળામાં પીવા ના પાણી ની સમસ્યા છેલ્લા બે વર્ષથી ઉભી થઈ છે આ શાળામાં આવતા પાણી જોડાણ ની પાઇપ લાઇન વચ્ચે માર્ગ મા તુટી ગઈ છે અથવા પુરાઈ ગઈ છે ત્યારે આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકો ને પીવાના પાણીની ભર શિયાળે મુશ્કેલી પડે છે તો દર વર્ષે ઉનાળામાં કેવી સમસ્યાઓ ઊભી થતી હશે શાળા મા પાણી સંગ્રહ માટે ટાંકો તેમજ પીવાના પાણી નું સ્ટેન્ડ છે પરંતુ પાણી નથી શાળા ના સ્ટાફ દ્વારા અવારનવાર રજુઆતો કરવા છતાં પાણી ના પ્રશ્ન અંગે કોઈ નિવેડો આવતો નથી તો શાળા નજીક થી પસાર થતા શિરાંનીવાંઢ બીઓપી નો માર્ગ થી ત્રણ ફુટ નીચાણ મા હોવાથી વરસાદ નું પાણી ભરાઈ જાય છે તો આ શાળામાં પીવા ના પાણી ની અને વરસાદ ના પાણી સમસ્યા હલ કરવા માટે માંગણી ઉઠી છે. રીપોર્ટ – મહેશ રાજગોર 

Leave a Reply

Your email address will not be published.

error: