રાપર તાલુકા ના કાનાણી વાંઢ માં યુવકે બીક ના માર્યે કર્યું સુસાઇડ

અગાઉ પત્ની ની હત્યા અને હવે પતિ ને મરવા કરાયો મજબુર..

કાનાણી વાંઢ ના યુવક ધ્વરા સુસાઇડ કરવા પહેલા દવા પીતો વિડિઓ વાયરલ થતાં ચકચાર..

રાપર તાલુકાના કાનાણીવાંઢ ગામે અગાઉ પરણીતા ની ઘાતકી હત્યા કરનારા તત્વો ધ્વરા પરણીતા ના પતિ ને ફરિયાદ પાછી ખેંચવા વાયા વાયા મારી નાખવાની ધમકી અપાતી હતી, જેનું મનમાં લાગી આવતાં તેણે યુવકે પોતે જ દવા પી લેતાં સારવાર માટે રાપર ની ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો, જોકે, સારવાર દરમિયાન તેનું મોત થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મરણજનાર દિલીપ દેવશી ચાવડાએ દવા પીધી તે બાદ સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં પોલીસ દ્વારા વીડિયો ગ્રાફીની મદદથી નિવેદન લેવામાં આવ્યું હતું. જેમાં તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, આરોપી કરમશી ઉર્ફે કમો હરજી ચાવડાના કહેવાથી રાયમલ હરજી ચાવડા, ધરમશી હરજી ચાવડા, શિવરામ અમરશી ચાવડાએ બે – ત્રણ દિવસ પૂર્વે જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વાત વાયા વાયા દિલીપ સુધી પહોંચતા તેના મનમાં ઊંડો ડર ઘુસી ગયો હતો. જેથી તેણે પોતાના ફોનમાં વીડિયો ઉતારીને ખડમાં છાંટવાની દવા પી લીધી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ તેનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી અગાઉ ફરિયાદમાં દર્શાવેલા ચાર આરોપીઓ સામે મરવા માટે મજબૂર સહિતની કલમો તળે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું પીએસઆઈ ડી.એલ. ખાચરે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છેં કે દોઢ માસ પહેલા કાનાણીવાંઢ ગામે જમીનનો ઝઘડો લાંબા સમયથી ચાલી રહ્યો હતો જેમા દોઢમાસ પૂર્વે આરોપી ઓ ધ્વરા દિલીપ ના ઝુંપડા માં ખૂની હુમલો કરતા હતભાગી દિલીપની પત્ની ગૌમતીબેન વચ્ચે પડી હતી અને ઝુંપડા સળગાવવા ની ના પડતાં ઉશ્કેરયેલા આરોપીઓ ધ્વરા પરણીતા ગોમતીબેન ના માથાના ભાગે ધારિયું ઝિંકીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ તેના ખેતરે જઈ ઝુપડું સળગાવી આજીજી કરવા આવેલી ગૌમતીબેનના માથાના ભાગે ધારિયું મારતા ઘટના સ્થળે જ ઢીમઢળી ગયું હતું. જે અંગે દિલીપે કૌટુંબિક કાકા કરમશી ઉર્ફે કમો હરજી કોલી સહિત સાત જણા સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ કાકાના ઈસારે અન્ય આરોપીઓ ધ્વરા દિલીપ ને વારંવાર મારી નાખવાની ધમકીઓ આપતાં હોઈ તેણે શુક્રવારે ખેતરે જઈ મોબાઈલ માં વિડિઓ ઉતારી ને ઝેરી દવા ગટગટાવી હતી જેને રાપર ખાતે ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં પોલીસ ધ્વરા વિડિઓ માં નિવેદન નોંધી ને ૫૦૬ સહિત ની કલમો તળે આરોપી ઉપર ફરિયાદ દાખલ કરી હતી પણ યુવક ની તબિયત વધુ બગડ્તા સારવાર દરમિયાન આજે સવારે મોત થયું હતું જમીન વિવાદમાં પતિ-પત્નીના મોત થઈ જતા નવમાસના બાળકે વાલીનો સહારો ગુમાવ્યો છે. જે બાબતે બાલાસર પીએસઆઈ ડી એલ ખાચર નો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે યુવક નું નિવેદન લેવાયું છેં અને આરોપી ઓ ઉપર ૫૦૬ સહિત ધાંકધમકી ની કલમો દાખલ કરાઈ ચુકી છેં અને કોર્ટ માં પુરાવા ઓ રજૂ કરશુ જેથી કોર્ટ હુકમ કરે બાદ ૩૦૬ ની કલમ નો ઉમેરો કરાશે તેવું જણાવ્યું હતું – રીપોર્ટ બાય – ડિ.એમ.જાડેજા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: