રાપર સહિત સમગ્ર વાગડ વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વ ની ઉજવણી

કચ્છ – રાપર – તારીખ – ૧૪/૦૧/૨૦૨૨ શુક્રવાર – રાપર આજ થી સુર્ય નો મકર રાશિમાં પ્રવેશ એટલે મકરસંક્રાંતિ પર્વ આજ થી કમુહૂર્તા ઉતરી જતાં આજ થી ધાર્મિક અને માંગલિક પ્રસંગો યોજાશે ત્યારે આજે પૂર્વ કચ્છ ના વાગડ વિસ્તારના રાપર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મકરસંક્રાંતિ પર્વ ની ઉજવણી લોકો એ ધામધૂમથી કરી હતી છેલ્લા બે વર્ષથી તમામ ધાર્મિક તહેવારો પર પાબંદી કોરોના એ લગાવી હતી ત્યારે આજે લોકો એ મનમુકી ને મકરસંક્રાંતિ એટલે કે ઉતરાયણ ની ઉજવણી કરી હતી રાપર સહિત વાગડ વિસ્તારમાં લાખો રૃપિયા ની કિમંત ના પતંગો ચીકી ફીરકી તેમજ ઉંધીયા નો વેપાર થયો હતો તો તાલુકા મથકે લોકો એ વહેલી સવારે મંદિર ખાતે દેવ દર્શન તેમજ અબોલ પશુઓ ને ઘાસચારો તેમજ તલ તેમજ અન્ય ચીજવસ્તુઓ નું દાન કરી ઉત્તરાયણ નું મહત્વ મુજબ દાન પુણ્ય કર્યું હતું તો નાના મોટા સૌ કોઈ અગાસી તેમજ ધાબા પર તેમજ મેદાન મા એ… કાપ્યો છે ની ચીચીયારી વચ્ચે પતંગ મહોત્સવ ની ઉજવણી કરી હતી આમ આજે વાગડ વિસ્તારમાં ઉતરાયણ પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતીતો  વન વિભાગ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે ગુજરાત ભર મા વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ નું આયોજન તા. ૧૦/૦૧/૨૦૨૨ થી તા. ૨૦/૦૧/૨૦૨૨ સુધી આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે રાપર ખાતે કચ્છ ના વન સંરક્ષક અનિતા કર્ણ અને  કચ્છ વન વિભાગ વિસતરણ રેનજ ના ડી. એફ. ઓ. સાદિક મુંજાવર ના માર્ગદર્શન હેઠળ રાપર વન વિભાગ ની વિસ્તરણ રેન્જ નોર્મલ રેન્જ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાપર વન વિભાગ ના આર એફ ઓ આર. કે પરમાર એસ એસ ચૌધરી વી. આઇ. જોશી કે. ડી મકવાણા પી.આર. કોળી. આર. આર. પરમાર એન. બી. ચાવડા વિધીબેન આદરોજા વિજય મહેશ્વરી રાજા ભાઈ પરસોંડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

આ અંગે વન વિભાગના વનપાલ વી. આઇ. જોશી એ જણાવ્યું હતું કે રાપર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને જુદી જુદી જગ્યાએ પતંગ મહોત્સવ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓ ની સારવાર માટે વન વિભાગ દ્વારા કરુણા અભિયાન અંતર્ગત કામગીરી હાથ ધરી છે જેમાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે વેટરનરી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવશે અને ઘાયલ પક્ષીઓની દેખભાળ તેમજ અન્ય તમામ પ્રકારની જવાબદારી વન વિભાગ નિભાવશે આ અભિયાન દસ દિવસ સુધી કામગીરી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: