રાપર શહેરમાં કોરોના અને ઓમીક્રોન ને આમંત્રણ આપતાં લોકો અને વેપારીઓ

કચ્છ – રાપર – તારીખ – ૧૩/૦૧/૨૦૨૧ ગુરુવાર – રાપર હાલ રાજ્યમાં કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી અને ઓમીક્રોન ના કેસ વધી રહયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કડક પગલાં લેવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં માસ્ક વગર ફરતા લોકો અને વેપારીઓ સામે પગલાં લેવા તેમજ ભીડ ના કરવી તેમજ કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી થી બચવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ તેવા નિયમો મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં દરેક સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવા માટે ના નિયમો છે

પરંતુ ધણીધોરી વગર ના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં કોવિડ ૧૯ અંતર્ગત કોરોના ની મહામારી અને ઓમીક્રોન ને આમંત્રિત કરવામાં આવે તે રીતે લોકો અને વેપારીઓ નિયમો નો ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે તો એસ.ટી ડેપો મામલતદાર કચેરી તાલુકા પંચાયત તેમજ રાપર શહેરમાં આવેલી હોસ્પિટલ તેમજ જાહેર સ્થળો જાણે ઓમીક્રોન અને કોરોના ને આમંત્રણ આપતા હોય તે રીતે વર્તે છે તો રાપર શહેરમાં આવેલ બે હજાર જેટલા દુકાનદારો અને ગ્રાહકો જાણે કોરોના અને ઓમીક્રોન જાણે સબંધી હોય તે રીતે વગર માસ્ક મા જોવા મળે છે અને અને દુકાનો પર ભીડ જોવા મળી રહી છે હાલ રાપર તાલુકામાં છ જેટલા કોરોના ના કેસ આવ્યા છે ત્યારે રાપર શહેરમાં જાણે કોઈ ગંભીરતા ના હોય તે રીતે લોકો વર્તન કરી રહ્યા છે જો આગામી દિવસોમાં નગરપાલિકા તંત્ર અને આરોગ્ય પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવા મા નહિ આવે તો કોરોના ના કેસમાં ઉછાળો આવે તેવી શક્યતા છે. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: