રાપર તાલુકા ની ૫૨ ગ્રામ પંચાયત ના ૧૫ થી ૧૭ ઉપ સરપંચો ની વરણી કરવામાં આવેશ

રાપર હાલ મા પુરી થયેલી રાપર તાલુકા ની ૫૪ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી જેમાં એક પેટા ચૂંટણી યોજાઇ હતી અને ૫૩ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી ત્યારે આગામી તા ૧૫ થી ૧૭ દરમિયાન રાપર તાલુકા ના જુદા જુદા ગ્રામ પંચાયત મા ઉપ સરપંચ ની વરણી કરવામાં આવશે જેમાં જે તે ગ્રામ પંચાયત ની પ્રથમ સામાન્ય સભા મળશે જેમાં ગ્રામ પંચાયત ના જે તે વોર્ડ માંથી ચુંટાયેલા સભ્યો માંથી ઉપ સરપંચ તરીકે વરણી કરવામાં આવશે આ અંગે રાપર તાલુકા પંચાયત  અને મામલતદાર કચેરી દ્વારા કુલ ૨૩ કર્મચારીઓ ની નિમણૂક કરવામાં આવી છે જેમાં  જે તે તારીખ દરમિયાન ઉપ સરપંચ ની વરણી સમયે જે તે વિભાગના અધિકારીઓ ની ઉપસ્થિત મા યોજાશે આ અંગે રાપર તાલુકા વિકાસ અધિકારી કે. વી. મોઢેરા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશ પરમાર આંકડા અધિકારી ડી જે ચાવડા તેમજ આ અંગે વિગતો આપતા વિસ્તરણ અધિકારી પંચાયત ના બી. પી. ગુંસાઇ એ જણાવ્યું હતું કે નિષ્પક્ષ તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉપ સરપંચ ની વરણી કરવામાં આવેશ

Leave a Reply

Your email address will not be published.

error: