રાપર શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા ઘરણા કાર્યક્રમ યોજાયો

કચ્છ – રાપર – તારીખ – ૧૦/૦૧/૨૦૨૨ સોમવાર – આજે રાપર ભાજપ શહેર ભાજપ અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા પંજાબ મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના કાફલા ને રોકવા માટે ની પંજાબ સરકાર ની નિષ્ફળતા અંગે નો વિરોધ કરવા માટે રાપર અનુસુચિત જાતિ મોરચા દ્વારા કોર્ટ પાસે આવેલ બંધારણ ના ઘડવૈયા ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ઘરણા નો કાર્યક્રમ યોજાયો હતો અને પંજાબ સરકાર સામે સુત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો તો રાપર શહેર ભાજપ અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા માનવ સાંકળ રચી વિવિધ સુત્રોચ્ચાર કર્યા હતા અને પંજાબ ની કોગ્રેસ સરકાર નો વિરોધ કર્યો હતો

આજે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉમેશભાઈ સોની.. લાલજીભાઈ કારોત્રા ભીખુભા સોઢા નીલેશભાઈ માલી બાબુભાઈ મુછડીયા મુળજીભાઈ પરમાર રામજીભાઈ મુછડીયા રાણાભાઇ પરમાર બળદેવ ગામોટ આંબાભાઈ મુછડીયા લાલજીભાઈ ગોહિલ સહિત ના હોદેદારો ઉપસ્થિત રહ્યા અને બાબા સાહેબ ની પ્રતિમા પાસે રાપર શહેર ભાજપ અનુસુચિત જાતિ મોરચા દ્વારા ઘરણા કાર્યક્રમ કરવા મા આવ્યો સાથે શહેર ભાજપ દ્વારા હમારા પ્રધાનમંત્રી હમારા અભિમાન સુત્રોચાર કરવામાં આવ્યા હતા. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: