રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત એક દિવસીય વોલીબોલ સ્પર્ધા યોજાઈ

રાપર તાલુકામાં જુદી જુદી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો મા રમત ગમત પ્રત્યે લાગણી વ્યક્ત થાય તો શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રમત ગમત પ્રત્યે લગાવ વધે તે માટે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકાના નિલપર ખાતે આવેલ સોનટેકરી ખાતે એક દિવસીય ચાણક્ય વોલીબોલ ટુર્નામેન્ટ પ્રાથમિક શાળાના શિક્ષકો વચ્ચે રમાઇ હતી જેમાં દશ ટીમો એ ભાગ લીધો હતો

આ ટુર્નામેન્ટ ને રાપર મામલતદાર ચૌધરી પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા ચીફ ઓફિસર રાહુલ કરમુર નકુલ ભાવસાર સુર્ય શંકર ગોર મહેન્દ્રસિંહ વાઘેલા ભિખુભાઈ સોલંકી નરેશ ચૌહાણ કામરાજ મહિવાલ રફિક આગલોડીયા કનુભાઈ પટેલ ભિખુ સોલંકી વિગેરે ની ઉપસ્થિત મા દિપ પ્રાગટય દ્વારા ખુલ્લી મુકવામાં આવી હતી

આ વોલીબોલ સ્પર્ધા મા વિજેતા ટિમ: મહાત્મા ગાંધી દ્વિતીય: છત્રપતિ શિવાજી તૃતીય: સુભાષચંદત બોઝ વિજેતા થઈ હતી સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના અરજણભાઈ ડાંગર મહાદેવ કાગ વિપુલ પટેલ અશોક ચૌધરી જયેશ પટેલ રાકેશ પટેલ એ. બી. મકવાણા ભરત પરમાર રોહન સોલંકી બાબુલાલ ચૌધરી સુરેશ ગૌસ્વામી ભરત ચૌધરી વિગેરે જહેમત ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા એ આજે શિક્ષક એક સારા લોકો અને અધિકારીઓ ની સમાજ ને જરૂર પુરી પાડે છે એટલે આજના આધુનિક યુગમાં સમાજ ને સારા લોકો અને સારા અધિકારી ની જરૂર છે તે માટે કટિબદ્ધ થવા અનુરોધ કર્યો હતો સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દિલીપ પટેલ આભાર વિધિ અરજણભાઈ ડાંગર એ કરી હતી વિજેતા ટીમ ને આગેવાનો ના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા



