વાગડમાં કચ્છનું સૌથી ઊંચું મોમાય માતાજીનું મંદિર બનશે

મોમાયમોરામાં ૧૮૯ ઘૂમટ સાથેના ૭ માળ જેટલી ઉંચાઇવાળા ધાર્મિક સ્થળને ભવિષ્યમાં સુવર્ણથી મઢવા વ્યક્ત કરાઇ નેમ ૫ કરોડના ખર્ચે જાડેજા પરિવારના કૂળદેવીનું સ્થાનક બનાવાશે, પુનઃનિર્માણના ભૂમિ પૂજનપ્રસંગે લાખોના દાન સાથે દાતાઓ મનમુકીને વરસ્યા.!!

રાપર તાલુકાના મોમાયમોરા ખાતે કચ્છમાં સૌથી ઊંચું ૭૦ ફૂટ જેટલી ઉંચાઇ સાથે મોમાય માતાજીનું મંદિર બનાવાશે. ૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારા ૧૮૯ ઘૂમટ સાથેના આ ધાર્મિક સ્થળને ભવિષ્યમાં સુવર્ણ થી મઢવા દાતાઓ દ્વારા નેમ વ્યક્ત કરાઈ હતી. જાડેજા પરિવારના કુળદેવીના મંદિરના પુનઃ નિર્માળ માટે યોજાયેલા ખાત મુહૂર્ત કાર્યક્રમમાં લાખો રૂપિયાના દાનની સરવાણી વહી હતી.

મંદિર નિર્માણ માટે એક કરોડ એક લાખ જેટલી માતબર રક્મનું દાન આપનારા મુખ્ય દાતા અને કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં બ્રહ્મલિન જગદીશગીરી બાપુના. શિષ્ય મહંત ગંગાગીરીજી બાપુ, શુભમગિરિજી બાપુ,વગેરે જોડાયા હતાં તો મુખ્ય દાતા વીરેન્દ્ર સિંહ જાડેજા સાથે જામનગર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા)એ ૭૧ લાખ રૂપિયા અનિરુદ્ધસિંહ નોઘુભા જાડેજા જીટીપીએલ વારા , આંતરરાષ્ટ્રીય રાજપૂત યુવા સંધ ના પ્રમુખ પી. ટી. જાડેજા, પ્રવિઋસિંહ મહિપતસિંહ જાડેજા (પીએમ. ધમડકા), સુધીરસિંહ બળવંત સિંહ જાડેજા ખેડોઇ વારા તમામ દ્વારા ૫૧ -૫૧ લાખ,અને વાલજીભાઈ ટાંક અમદાવાદ વારા ધ્વરા ૨૧ લાખ તેમજ઼ રામદેવ સિંહ જાડેજા ધ્વરા ૧૧ લાખ ની જાહેરાત કરાઈ હતી જેમાં તમામ દાતા ઓ નું ભવ્ય સન્માન સત્કાર કરાયો હતો તો સમગ્ર કામગીરી માં બાંધકામની વ્યવસ્થા માટે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી હતી. જેમાં બાંધકામ સમિતિ માં જયદીપસિંહ જાડેજા, સલાહકાર સમિતિમા મોમાયમોરા સરપંચ રમેશભાઈ દાદલને જવાબદારી સોંપાઈ હતી અને . આવનારા બે વર્ષમાં સૂચિત મંદિર તૈયાર થઈ જશે તેમ જણાવાયું હતું. રાજ્ય સરકારના પર્યટન વિભાગમાંથી ખાસ ગ્રાન્ટ ફાળવાય તેવી રજુઆત રાજકીય અને સામાજિક આગેવાનો એ કરી હતી. આ પ્રસંગે સંતો મહંતો સાથે સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં

મંદિર નું વર્ણન ૫૫ ફૂટ પહોળા અને ૧૨૩ ફૂટ લાંબા મંદિરનું નિર્માણ થશે – ભચાઉના પૂર્વ નગર પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મોમાય માતાજી અઢારૈય વર્ણના કુળદેવી હોતાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ શીશ ઝુકાવવા આવે છે. જે નુતન મંદિર બનશે તે કચ્છમાં કદાચ સૌથી ઉંચુ અને વિશાળ હશે, ૭૧ ફૂટ જેટલી ઊંચાઈ સાથેનું આ ધાર્મિક સ્થાન ૫૫ ફૂટ જેટલું પહોળું અને ૧૨૩ ફૂટ લાંબાઈ વાળું હશે, મંદિરની ઉપર ૧૮૯ ઘુમટ કરો જેને દાતાઓ પહેલ કરશે અને માતાજીના આશીર્વાદ રહેશે તો ભવિષ્યમાં દરેક ધુમટને સોનાથી મઢવાનું આયોજન છે. દેવીસર તળાવને પણ નમૂનેદાર બનાવાશે મંદિરની બાજુમાં આવેલા દેવીસર તળાવને પણ નમૂનેદાર બનાવાશે. ૭૦૦ થી વધારે એકરમાં ફેલાયેલા તળાવની ફરતે વોક વે તેમજ બગીચાનું નિર્માણ કરવામાં આવશે. ભવિષ્યમાં નર્મદાના નીરથી ભરીને વાગડ માટે વિશાળ જળ સીવર બનાવવાનું આયોજન પણ હાથ ધરાશે તેવી વિગતો ભૂમિ પૂજન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં અપાઇ હતી.

Leave a Reply

Your email address will not be published.

error: