ખડીર ના તમામ સુવિધાઓ ઉપલબ્ધ ધરાવતા ગામ રતનપર ની મુલાકાત લેતાં રાજ્યપાલ 

રાપર આજ રોજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખડીર ટાપુ પરના રતનપર ગામની મુલાકાત લીધી હતી..ખડીર વિસ્તારમાં આવેલા રતનપર ગામ કે જે આહિર સમાજ ની વસ્તી ધરાવતા આ ગામ મા આજના આધુનિક યુગની તમામ સવલતો મહિલા સરપંચ વેજીબેન દશરથભાઈ છાંગા કે જે એક મહિલા છે અને છેલ્લા બે ટર્મ થી આ રતનપર ગામ નું સુકાન સંભાળી રહ્યા છે એવા આ ઐતિહાસિક રતનપર ગામ માં આજે પહેલી વખત બન્યું કે કોઇ રાજ્યપાલ અને વહીવટી અધિકારીઓ એ મુલાકાત લીધી હોય તેવા આ ગામ મા આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતા

ગામના સરપંચ શ્રીમતી વૈજીબેન, યુવા આગેવાન દશરથભાઇ છાંગા તથા જીલ્લા પંચાયતના સદસ્ય રૂપેશભાઈ છાંગાએ તેમને આવકાર્યા હતા ગામની બાળાઓએ સ્વાગત ગીત વડે સૌનું અભિવાદન કર્યું હતું. આગેવાન દશરથભાઈ છાંગાએ કચ્છી પાઘ પહેરાવીને માનનીય રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું તેમજ સરપંચ શ્રીમતી વૈજીબેને તેમના ધર્મપત્ની દર્શનાદેવીનું સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, જિલ્લા પોલીસવડા મયુર પાટીલ વગેરેનું ગામના વિવિધ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. 

એન્કર હીરજીભાઈ આહીર દ્વારા ગામના શૈક્ષણિક અને સામાજિક વિકાસની ઝાંખી રજુ કરતાં પ્રસન્ન થયેલા રાજયપાલશ્રીએ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. મોહનભાઈ આહીર દ્વારા વિસ્તારની ખેતી વિષયક બાબતો રજૂ કરવામાં આવી હતી. ગામમાં ચાલતા સખી મંડળ અને તેની સફળતાની વાત એકતા ચાવડાએ કરી હતી. રાજ્યપાલશ્રી દ્વારા પોતાના ઉદબોધનમાં પ્રાકૃતિક તથા ગાય આધારિત ખેતી અપનાવવા તથા રસાયણોને તિલાંજલિ આપવા અને એ રીતે સ્વસ્થ સમાજ રચવા માટે હાકલ કરવામાં આવી હતી.

ગામલોકોના પરંપરાગત પોષાકથી પ્રભાવિત થયેલા રાજયપાલશ્રીએ આ સંસ્કૃતિ ટકાવી રાખવા માટેની અપીલ કરી હતી. ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે કાઠું કાઢેલ આ ગામની વિગત જાણીને તેમણે જણાવ્યું કે કોઇ પણ પ્રદેશના વિકાસનો રસ્તો શિક્ષણના માર્ગેથી જ નીકળતો હોય છે. 

આ પ્રસંગે ભચાઉ તાલુકા પંચાયતના કારોબારી સમિતીના ચેરમેન શ્રીમતી પાર્વતીબેન હમીરભાઇ નાથાણી, રણમલભાઈ પટેલ, દશરથભાઈ છાંગા કરસનભાઈ નાથાણી, ગોવિંદભાઈ મુરાણી, વાલજીભાઈ સોનારા, ગામના ઉપસરપંચ શ્રી ડાયાભાઇ રબારી તથા વિવિધ સમાજના આગેવાનો, યુવાનો  તેમજ ભચાઉ પ્રાંત અધિકારી ચૌધરી ભચાઉ મામલતદાર ભગીરથસિંહ ઝાલા તાલુકા વિકાસ અધિકારી ધર્મેશ ભાઈ વ્યાસ નાયબ પોલીસ અધિક્ષક કે જી ઝાલા પોલીસ ઈન્સ્પેક્ટર એમ એન રાણા એમ એન દવે સહિત ના અધિકારીઓ અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલ એ આહિર સમાજ ની દિકરીઓ નો પરંપરાગત પહેરવેશ મા જોઇ મંત્ર મુગ્ધ થઈ ગયા હતા ખડીર વિસ્તારમાં આજે રાજ્યપાલ નું અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: