રાપર સહિત તાલુકા ભર મા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ને શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવી

રાપર આજે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ના નિર્વાણ દિન નિમિત્તે રાપર સહિત તાલુકા ભર ર મા ભારતીય જનતા પાર્ટી દ્વારા જન સંઘ ના સ્થાપક મહામંત્રી એવા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ની આજરોજ પુણ્યતિથી નિમીત્તે રાપર શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડ અને મંડલ મા પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી

જેમાં રાપર શહેર ના સાત વોર્ડ મા તેમજ મંડલ મા શ્રધ્ધાંજલી આપવા સમયે રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલભાઈ જોશી લાલજી કારોત્રા હઠુભા સોઢા ભિખુભા સોઢા નિલેશ માળી યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ચંદે મહેશ ગઢવી રમેશ સાધુ જાનખાન બલોચ અવિનાશ પ્રજાપતિ કાનજી આહિર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા દિનેશ વાવીયા રામજીભાઇ પિરાણા બઢદેવ ગામોટ રમેશ સિયારીયા બાબુભાઈ મુછડીયા રામજીભાઇ મુછડીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

અને દેશ મા બાદ જન સંઘ ની સ્થાપના કરવામાં મહત્ત્વનો ભાગ ભજવનાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ની સેવા ને બિરદાવી બે મિનિટ મૌન પાળી પુષ્પ અર્પણ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી
