રાપર નગરપાલિકા દ્વારા આગામી ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે કામગીરી હાથ ધરી

રાપર આગામી દિવસોમાં ઉનાળાની શરૃઆત થઈ રહી છે ત્યારે કચ્છ ની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલ નર્મદા કેનાલ આગામી એક દોઢ માસ બાદ સાફસફાઈ માટે બંધ રહેશે ત્યાં સુધી રાપર શહેર ને પીવાના પાણીની સમસ્યા વિકટ બની જાય તો શું કરવું તે અંગે રાપર નગરપાલિકા ના વહીવટી તંત્ર દ્વારા અગમચેતી ના ભાગરૂપે રાપર નગાસર તળાવ કે જે અગાઉ ગંદા પાણી થી ભરેલ હતું તે પાણી ખાલી કરી સાફસફાઈ કરી એકાદ મહિના સુધી સુકાવવા માટે રાખી રાપર નગરપાલિકા દ્વારા નર્મદા ના પાણી થી ભરવાની શરૃઆત કરવામાં આવી છે આ અંગે રાપર નગરપાલિકા ના ચીફ ઓફિસર રાહુલ કરમુરે નગરપાલિકા પ્રમુખ અમરત બેન વાવીયા ઉપ પ્રમુખ મહેશ્વરી બા સોઢા કારોબારી ચેરમેન કાનીબેન પિરાણા શાસક પક્ષ નેતા હેતલ બેન માલી વિગેરેએ નગરપાલિકા ના આ તળાવમાં પાણી નર્મદા નું ઠલવાઈ રહ્યું છે

તો શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની ભિખુભા સોઢા મહામંત્રી મેહુલભાઈ જોશી લાલજી કારોત્રા હઠુભા સોઢા નિલેશ માળી રામજીભાઇ પીરાણા વાલજી વાવીયા વિગેરે એ જણાવ્યું હતું કે રાપર શહેર મા હાલ વિતરણ કરવામાં આવતા એકાંતરા પાણી વિતરણ છે તે હવે દર ત્રીજા દિવસે આપવામાં આવશે કારણ કે એક દિવસ નર્મદા કેનાલ નું પાણી શહેરીજનો ને અગવડ ન પડે તે માટે નગાસર તળાવ મા ઠલવામા આવશે એટલે આગામી દિવસોમાં આ નગાસર તળાવ ભરાઈ જશે જ્યારે નર્મદા કેનાલ બંધ રહેશે ત્યારે આ નગાસર તળાવ મા થી પાણી વિતરણ કરવામાં આવશે આમ રાપર નગરપાલિકા એ આગામી દિવસોમાં નર્મદા કેનાલ બંધ રહેશે તે સમય દરમિયાન લોકો ને પીવાના પાણીની સમસ્યાહનો સામનો ના કરવો પડે તે માટે આગોતરી તૈયારી કરી લીધી છે

Leave a Reply

Your email address will not be published.

error: