રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ ના નવા પ્રમુખ ની વરણી કરવામાં આવી 

રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજ ના નવા પ્રમુખ તરીકે અનોપસિંહ વાઘેલા માજી ફોરેસ્ટર ની વરણી કરવામાં આવી હતી  આજે રાપર  તાલુકા રાજપૂત દરબાર સમાજ ના આગેવાનો અને સમાજ ના હોદેદારો ની બેઠક ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજવાડી ખાતે બેઠક મળી હતી જેમાં  સમાજ ના આગેવાનો એ  અઢાર વર્ષ સમાજ ના પ્રમુખ ની જવાબદારી સંભાળનાર અનોપસિંહ વાઘેલા ને પુનઃ તાલુકા ના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં હતી જેમાં સમાજ માં અંદરો અંદર ભાઈચારો ઝડવાઈ રહે અને આગામી સમય માં રાપર ખાતે  સમાજ ની નવી સમાજવાડી નું નિર્માણ કરાશે અને સમાજ માં ફેલાયેલા કુરુ રિવાજો અને વ્યસન પ્રથા ને તિલાંજલી આપી ને તમામ સમાજ સાથે ભાઈચારા અને સમાજ ની અંદરો અંદર થતાં વિખવાદ દૂર કરવાનું નવ નિયુક્ત પ્રમુખ અનોપસિંહ વાઘેલા એ જણાવ્યું હતું

આજે યોજાયેલ તાલુકા રાજપૂત ક્ષત્રિય દરબાર સમાજ ની મિટિંગ માં રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા, માજી રાપર તાલુકા પંચાયત પ્રમુખ જયદીપ સિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભા જાડેજા, રાપર તાલુકા કરણી સેના પ્રમુખ અરવિંદસિંહ જાડેજા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના ઉપ પ્રમુખ અજીતસિંહ જાડેજા,રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ ના ઉપ પ્રમુખ રાસુભા સોઢા, જસુભા જાડેજા, બાલુભા જાડેજા, મહામંત્રી  સતુભા જાડેજા, કલુભા જાડેજા,  કમલસિંહ સોઢા,તાલુકા યુવા સભા પ્રમુખ નરેન્દ્રસિંહ વાઘેલા,  શહેર યુવા સભા પ્રમુખ ગિરિરાજ સિંહ વાઘેલા, હકુભા સોઢા, પ્રદીપસિંહ સોઢા,  મહામંત્રી દિપુભા જાડેજા નરપતસિંહ જાડેજા, ઘનુભા જાડેજા, શેરૂભા જાડેજા, ગોડજી ભાટી, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકા ક્ષત્રિય રાજપૂત દરબાર નવા વરાયેલ પ્રમુખ  ની વરણી ને આવકાર આપ્યો હતો અને સમાજ ઉપયોગી કાર્યો માટે તત્પર રહેવા માટે હાકલ કરી હતી

Leave a Reply

Your email address will not be published.

error: