રાપર નગરપાલિકા ના ચીફ ઓફિસર એ ચાર્જ લઈ રાપર ને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે હામ ભીડી?

રાપર તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજય ની નગરપાલિકા ના ચીફ ઓફિસર ની બદલી ના આદેશો કર્યા હતા જેમાં રાપર નગરપાલિકા ના ચીફ ઓફિસર મયુર જોશી ની બદલી ભાણવડ ખાતે કરવામાં આવી હતી તો તેમની જગ્યાએ ભાણવડ નગરપાલિકા ના ચીફ ઓફિસર રાહુલ કરમુર મુકાયા હતા આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર એ રાપર શહેરમાં સ્વચ્છતા અને આરોગ્યની કાળજી અંગે પાણી.. રખડતા ઢોરો તેમજ વેરા વસુલાત અંગે તેમજ નગરપાલિકા ના કર્મચારીઓ અને પદાધિકારીઓ વચ્ચે સંકલન સાધીને નગરપાલિકા નો વહીવટ હાથ ધરવામાં આવશે આજે રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલભાઈ જોશી લાલજી હઠુભા સોઢા નગરપાલિકા ના ઉપ પ્રમુખ મહેશ્વરી બા ભિખુભા સોઢા નિલેશ માળી  જાનખાન બલોચ વિગેરે આગેવાનો સાથે ચર્ચા કરી હતી આગેવાનો એ નવનિયુક્ત ચીફ ઓફિસર રાહુલ કરમુરને આવકાર આપ્યો હતો નગરપાલિકા કચેરી ના દિનેશ સોલંકી મહેશ સુથાર નવધણભાઈ ભાઈ કાટ વિગેરે સાથે નગરપાલિકા ના વિકાસ ના કામો અને ખુટતી કળી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી નવા ચીફ ઓફિસર દ્વારા શહેરીજનોને પડતી સમસ્યા દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેશે તેમ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: