રાપર તાલુકા મા આજ થી કોવિડ ૧૯ સામે રક્ષણ કવચ ધરાવતા બુસ્ટર ડોઝ આપવા નું શરૂ

કચ્છ – રાપર – તારીખ – ૧૦/૦૧/૨૦૨૨ સોમવાર – રાપર હાલ ચાલી રહેલા કોવિડ કોરોના સંક્રમિત ના થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વેકશીન આપવા મા આવી રહી છે ત્યારે આજ થી શરુ કરવા મા આવેલ બુસ્ટર ડોઝ ની શરુઆત કરવા મા આવી છે જેમાં કોરોના ની રસી ના બે ડોઝ લેનાર કે જેમને નવ મહિના ઉપર થઇ ગયા છે તેવા હેલ્થકેર વર્કર ફ્રન્ટ લાઈન વર્કર આરોગ્ય પોલીસ શિક્ષક પંચાયત મહેસુલ સહિત ના તમામ સરકારી વિભાગો ના કર્મચારીઓ તેમજ સાઈઠ વર્ષ થી ઉપરના કે જેમને ગંભીર બિમારી અને ડાયાબિટીસ હોય તેવા લોકો ને આ બુસ્ટર ડોઝ આપવા મા આવશે આ અંગે રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો રાય તેમજ અર્બન હેલ્થ સેન્ટર ના ડો પૌલ તેમજ આરોગ્ય સુપરવાઇઝર રામજીભાઈ પરમાર નવિનભાઇ પરમાર મનિષા કટારીયા શિલ્પા મુંડવારા હેમાંગી પટેલ વિગેરે દ્વારા બુસ્ટર ડોઝ આપવાની શરુઆત કરાવી છે આ અંગે તાલુકા આરોગ્ય વિભાગ ના જણાવ્યા મુજબ રાપર તાલુકા મા બીજા ડોઝ લેનાર  કે જેમાં હેલ્થ કેર વર્કર ૧૦૪૧ ફન્ટલાઈન વર્કર ૨૧૭૩ સાઈઠ વર્ષ થી ઉપરના ૧૬૬૦૩ મળી ને કુલ ૧૯૮૧૭ લોકો ને બુસ્ટર ડોઝ આપવામાં આવશે દરરોજના હાલ ૭૨ સ્થળ પર બુસ્ટર ડોઝ ની રસી તેમજ કોવિડ વેકશીન આપવા મા આવી રહી છે રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: