રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક મળી

રાપર મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ ખાતે રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી રાપર તાલુકા મામલતદાર કે આર ચૌધરી ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં રાપર તાલુકા ને લગતા વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં રસ્તા વન વિભાગ મહેસુલ પંચાયત પાણી પુરવઠા એસ.ટી જળસિંચન શિક્ષણ વિભાગ સહિત ના પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જેમાં જે તે વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી વણ ઉકેલયા પ્રશ્ર્નો નો તાત્કાલિક ધોરણે નિવેડો લાવવા માટે સુચના આપવામાં આવી હતી 

બેઠક મા મામલતદાર કે આર ચૌધરી તાલુકા વિકાસ અધિકારી મોઢેરા આંકડા અધિકારી ચાવડા નાયબ મામલતદાર મહેશ ઠક્કર પ્રકાશ સોલંકી આર કે શર્મા નરેશ ભાઈ પરમાર રમેશ દાદલ રામજી ભાઈ સોલંકી તાલુકા શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી ડેપો મેનેજર વિશાલ ગોહિલ આરએફઓ આર એમ પંપાણીયા બાંધકામ ના નાકાઇ ભરત નાથાણી સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આજે  રજૂ કરવામાં આવેલા લગભગ પ્રશ્ર્નો અંગે ઉકેલ લાવવા માટે જે તે વિભાગના અધિકારીઓ સહમત થયા હતા  આમ આજે રાપર તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: