રાપર માલી સમાજ દ્રારા ઈ – શ્રમ કાર્ડનો કેમ્પ યોજાયો 

રાપર માલી સમાજવાડી ખાતે ગુજરાત સરકારની ઇશ્રમ કાર્ડ યોજના અંતર્ગત રાપર માલી સમાજ , માલી સમાજ યુવક મંડળ , માલી સમાજ મહીલા મંડળના ઉપક્રમે શ્રમિક પરિવારોના ઇ – શ્રમ કાર્ય બનાવવાની કામગીરી કરાઈ હતી .  સૌ પ્રથમ માલી સમાજના પ્રમુખશ્રી નિલેશભાઇ માલી , યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ માલી , મહીલા મંડળના પ્રમુખ રસીલાબેન માલી ના વરદ હસ્તે દિપ પ્રાગટય બાદ આ કેમ્પ ખુલ્લો મુકાયો હતો .  

ઈ – શ્રમ કાર્ડની કામગીરીમાં બહુ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ લીધો હતો અને સ્થળઉપજ કાર્ડ બનાવી પ્રિન્ટ , લેમીનેશન સાથે વિના મુલ્યે કાર્ડ વિતરણ કરાયા હતાં આ ઇ – શ્રમ કાર્ડ કુલ ૧૮૫ લોકો લાભ લીધો હતો . અને ઉત્સાહ પૂર્વક જ્ઞાતિજનો તથા આજુબાજુના વિસ્તારના લોકોએ સ્થળ ઉપરજ સરળતાથી કાર્ડની કામગીરી લાભ લીધો હતો. 

ઇ – શ્રમ કાર્ડની કામગીરી ની વેળાએ રાપર માલી સમાજના પ્રમુખ નિલેશભાઈ માલી , મંત્રી અમરતભાઇ માલી , ઉપપ્રમુખ દિનેશભાઈ માલી , સહમંત્રી મુકુન્દભાઇ માલી , સહખજાનચી નિતિભાઇ માલી , વિનોદભાઈ માલી , વાલજીભાઇ માલી , પ્રાગજીભાઈ માલી , કાંતિભાઈ માલી , નરેશભાઇ માલી , મુન્નાભાઇ માલી , ખોડાભાઈ માલી , કેતનભાઈ માલી , પ્રેમજીભાઈ માલી , વિપુલભાઇ માલી , જીતેન્દ્રભાઇ માલી , રાપર માલી સમાજ યુવક મંડળના પ્રમુખ મહેશભાઇ માલી , મંત્રી હાર્દિકભાઇ માલી , ઉપપ્રમુખ પરેશભાઇ માલી , સતીષભાઇ માલી , દર્શનભાઇ માલી , રવિભાઇ માલી , રાપર માલી સમાજ મહીલા મંડળના પ્રમુખ રસીલાબેન માલી , સોનલબેન માલી , હેતલબેન માલી , વિગેરે ઉપસ્થીત રહયા હતાં. 

કામગીરીને શુભેચ્છા પાઠવા રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઇ સોની , ન.પાના ઉપપ્રમુખ ભીખુભા સોઢા , બક્ષીપંચ મોરચાના પ્રમુખ અવિનાશભાઇ પ્રજાપતિ , રમેશભાઇ સાધુ , અરવિંદભાઇ માલી વિગેરેએ કાર્યક્રમે સફળ બનાવવા સહભાગી થયેલ હતાં એમ એક યાદીમાં માલી સમાજ ના પ્રમુખ નિલેશભાઈ માલી એ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: