રાપર લોહાણા યુવક મંડળ ના હોદેદારો ની વરણી કરવામાં આવી

તાજેતરમાં રાપર લોહાણા મહાજન વાડી ખાતે એક બેઠક મળી હતી જેમાં આગામી વર્ષે માટે લોહાણા સમાજ ના હોદેદારો અને યુવક મંડળ ના હોદેદારો ની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી જેમાં લોહાણા સમાજ ના પ્રમુખ રાજેશ ભાઈ ચંદે તુલસી ભાઈ ચંદે પ્રતાપ મિરાણી રસિકલાલ આદુઆણી શંકરભાઈ પુજારા ભરત જોબનપુત્ર પ્રભુલાલ રાજદે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગત વર્ષ ના લોહાણા યુવક મંડળ ના પ્રમુખ પદે પારસ માણેક મહામંત્રી જય રાજદે હતા જયારે આગામી વર્ષે માટે લોહાણા યુવક મંડળ ના પ્રમુખ તરીકે ચાંદભાઈ ભીંડે ઉપ પ્રમુખ મેહુલ ભાઈ રૈયા ઉપ પ્રમુખ ભાવિન કોટક મહામંત્રી જય ચંદે મંત્રી મેહુલ રામાણી ખજાનચી અલ્પેશ ભીંડે સંગઠન મંત્રી વિશાલ મિરાણી તેમજ કારોબારી સમિતિના સદસ્યો ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આમ રાપર લોહાણા સમાજ ના યુવક મંડળ ના હોદેદારો ની વરણી કરવામાં આવેલ

રાપર લોહાણા મહાજનની સામાન્ય સભામાં શ્રી રાપર લોહાણા મહાજનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે રાજેશભાઈ ચંદે, ઉપપ્રમુખ વસંતભાઈ આદુઆણી, વિપુલભાઇ રાજદે, નીતિનભાઈ પુજારા, મહામંત્રી પ્રભુલાલ રાજદે, મંત્રી જયેશભાઇ મજીઠીયા, ખજાનચી પારસભાઇ માણેકની વરણી કરવામાં આવી હતી..તેવું લોહાણા મહાજનની યાદીમાં જણાવાયું છે.