રાપર ખાતે ગાંધીજી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી

રાપર આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ના નિર્વાણ દિન નિમિત્તે રાપર શહેરમાં આવેલા માંડવી ચોક ખાતે આવેલી મહાત્મા ગાંધી ની પ્રતિમા ને હારતોરા કરી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી આજે મહાત્મા ગાંધી ની ગોળી મારી ને હત્યા કરવામાં આવી હતી એટલે આજ નો દિવસ ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ઉજવાય છે આજે યોજાયેલ મહાત્મા ગાંધી ના નિર્વાણ દિન નિમિત્તે રાપર નગરપાલિકા ઉપરાંત આગેવાનો એ હારતોરા કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી

જેમાં ભિખુભા સોઢા ઉમેશ સોની મેહુલ જોશી હઠુભા સોઢા કાનજીભાઈ આહિર મુળજી પરમાર વાલજી વાવીયા રાજુભાઈ ચૌધરી લાલજી કારોત્રા નાનજી ઠાકોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ આજે રાપર શહેર મા મહાત્મા ગાંધી ના નિર્વાણ દિન નિમિત્તે શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી – રીપોર્ટ – મહેશ રાજગોર
