રાપર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પ યોજાયો

રાપર તાલુકા મા ધણા લાંબા સમય થી રાજકોટ સ્થિત રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન રાપર દરીયાસ્થાન મંદિર ખાતે કરવામાં આવી રહ્યું છે દર મહિને ઓગણીસ તારીખ ના રોજ નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવે છે તે મુજબ આજે રાપર દરીયાસ્થાન મંદિર ખાતે યજમાન દાતા પરિવાર સ્વ. દેવાભાઈ હરજીભાઈ મુંઝાત પરીવાર ના સહયોગ થી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં આજે ચાર સો લોકો ના નિદાન થયું હતું અને ૧૩૦ લોકો ના ઓપરેશન હાથ ધરવામાં આવશે જેમના ઓપરેશન હાથ ધરવામાં આવશે તેઓ ને રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવવા જવા માટે ની વ્યવસ્થા કરવામાં આવી છે આજે યોજાયેલ આ કેમ્પમાં દરિયાસ્થાન મંદિર ના મેનેજીંગ ટ્રસ્ટી રશીકભાઇ. દીનેશભાઇ ચંદે. ભરત ભાઇ રાજદે. વેલજીભાઇ સુથાર. વીપૂલ દરજી અરવિંદ ભાઈ દરજી શૈલેષભાઇ ભીંડે ઘનસુખભાઈ લુહાર રાપર લોહાણા મહાજન ના પ્રમુખ રજેસભાઈ ચંદે યુવક મંડળ ના ચાંદ ભાઈ ભીંડે.. જય ચંદે. મેહુલ રૈયા. વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ આજે દરીયાસ્થાન મંદિર ખાતે નેત્ર નિદાન સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: