૨૬ જાન્યુઆરી ના રોજ સુવઈ મધ્યે શ્રી ગઢ ચોવીસી મેઘમારૂં મહેશ્વરી સમાજ- સુવઈ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું

આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચોવીસીના ૧ સુવઈ ૨ કકરવા ૩ આધોઇ ૪ભચાઉ ૫ લાકડીયા ૬ રામવાવ ૭ મનફરા આમ કુલ ગામો ની ૮ ટિમો એ ભાગ લીધેલ,ટુર્નામેન્ટ ની શરૂઆત રાષ્ટ્રીયગીત ગાઈ સરપંચ દ્વારા ટૉસ ઉછાળીને કરવામાં આવ્યું હતું, આ ટુર્નામેન્ટ માં ગામ ના સરપંચ શ્રી હરિલાલ રાઠોડ તેમજ ગામ ના મોહનભાઇ મહેશ્વરી,કરમસીભાઈ ઝંઝક હેમરાજ પઢીયાર , નરસિંહભાઈ ઝંઝક,ગાંગજીભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા સુવઈ અને આધોઇ બનેં વચ્ચે ફાઇનલ મેચ રમાઈ તેમાં આધોઇ ગામ ની ટીમ વિજેતા બની અને સૂવઈ ટીમ રનર્સઅપ રઈ હતી.બેસ્ટ બેટ્સમેન પપ્પુ મકવાણા બેસ્ટ બોલર કેતન મહેશ્વરી રહ્યા હતા આ ટુર્નામેન્ટનું સફળ આયોજન ધરમશીભાઈ પઢીયાર હરેશભાઇ મહેશ્વરી નિલેશભાઈ ઝંઝક દ્વારા કરવામાં આવ્યો હતો.


ખૂબ સરસ 😊🙂
THANKS YOU SO MUCH