રાપર શહેર મા નગરપાલિકા દ્વારા નવા માર્ગો નું મજબુતિ કરણ

કચ્છ – રાપર – તારીખ – ૦૯/૦૧/૨૦૨૨ રવીવાર – રાપર નગરપાલિકા દ્વારા શહેર ના મુખ્ય માર્ગો જેવા કે બગીચા થી મામલતદાર કચેરી સુધી અને દેના બેંક ચોક ના સાવલા હોસ્પિટલ થી તિરુપતિ નગર સુધી ના દોઢ કિલો મીટર ના માર્ગ નું મજબૂતી કરણ સાથે પેવર રોડ બનાવવા નું કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજે ઉપ પ્રમુખ મહેશ્વરી બા ભિખુભા સોઢા કારોબારી ચેરમેન કાનીબેન રામજી પિરાણા રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશ સોની મુળજીભાઈ પરમારચીફ ઓફિસર મયુર જોશી ના માર્ગદર્શન હેઠળ એન્જિનિયર દિનેશ ભાઈ સોલંકી નવધણભાઈ કાટ નરેશ ભાઈ જોશી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા

આ અંગે માહિતી આપતા નગરપાલિકા ધા ઉપ પ્રમુખ મહેશ્વરી બા સોઢા એ જણાવ્યું હતું કે રાપર શહેર ના મુખ્ય આ બન્ને માર્ગ પર મજબુતિ કરણ વરસો થી થયું ના હતું એટલે આ બને માર્ગ નુ ૪૫ લાખ ના ખર્ચે મજબૂત બનાવવા સાથે મજબુતિ કરણ કરવા માટે નગરપાલિકા એ કામગીરી હાથ ધરી છે જે આગામી દિવસોમાં પૂર્ણ કરવા મા આવશે ઉપરાંત શહેર ના અન્ય માર્ગો પર પણ નવિનિકરણ આગામી દિવસોમાં કરવા મા આવશે તેમ જણાવ્યું હતું. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: