રાપર તાલુકા મા પ્રજાસત્તાક પર્વની ઉમંગ ભેર ઉજવણી કરવામાં આવી

રાપર આજે ૭૩ મા પ્રજાસત્તાક પર્વ એટલે ૨૬ મી જાન્યુઆરી નિમિત્તે ઉજવણી રાપર તાલુકા મા કરવામાં આવી હતી જેમાં રાપર પોલીસ મથકે પીઆઇ એમ એન રાણા ના હસ્તે નિલપર ખાતે તાલુકા કક્ષાના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે મામલતદાર કે. આર ચૌધરી ના હસ્તે મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર નિકુલસિંહ વાધેલા ના હસ્તે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ ના હસ્તે નગરપાલિકા કચેરી ખાતે ઉપ પ્રમુખ મહેશ્વરી બા ભિખુભા સોઢા ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું

 

આ પ્રસંગે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશ પરમાર આંકડા અધિકારી ડી જે ચાવડા વિસતરણ અધિકારી બી પી ગુંસાઈ તલાટી મંડળના પ્રમુખ જસવંતસિંહ સોલંકી એસ. કે. ઠાકોર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ભાઈ રબારી  એ. એમ. ભંગી ડી. જે. મહેશ્વરી જી. આર. મઢવી આર. કે. પટેલ વી. ડી વણકર એમ. એસ પરમારનગરપાલિકા ના ઉપ પ્રમુખ મહેશ્વરી બા સોઢા ચીફ ઓફિસર મયુર જોશી હઠુભા સોઢા નિલેશ માલી લાલજી કારોત્રા મેહુલ જોશી ઉમેશ સોની ભિખુભા સોઢા મહેશ સુથાર દિનેશ ભાઈ સોલંકી પુંજાભાઈ ચૌધરી દિનેશ ચંદે કાનજીભાઈ આહિર જાનખાન બલોચ રમજુ મહિડા બાબુ ભાઈ મુછડીયા મુળજીભાઈ પરમાર ગિરીરાજ સિંહ વાધેલા મહાવીરસિંહ જાડેજા બળવંત ઠક્કર રણજીતસિંહ આંબા ભાઈ મુછડીયાલાલમામદ રાઉમાજસવંતી બેન મહેતા પુંજાભાઈ ચૌધરી દિનેશ વાવીયા હેતુભા રાઠોડ લક્ષમીબેન ગૌસ્વામી નર્મદા બેન સોલંકી સહિતનામ હિલા આગેવાનો કાનજીભાઈ આહિર નવધણભાઈ કાટ  રમેશ સાધુ શૈલેષ શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા 

આજે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત ૨૦૦૧ ના ભયાનક ભૂકંપ મા આજ ના દિવસે મૃત્યુ પામેલા સ્વજનો ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી તો આજે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે રાપર નગરપાલિકા ના પ્રમુખ ની ગેર હાજરી જોવા મળી હતી જે અંગે ચર્ચા જાગી હતી આમ વાગડ વિસ્તારમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિત ના કાર્યક્રમ યોજાયા હતા. રીપોર્ટ – મહેશ રાજગોર 

Leave a Reply

Your email address will not be published.

error: