મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત વાંકાનેરની આંગણવાડીની દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરાયા

કચ્છ – રાપર – ૨૫/૦૧/૨૦૨૨ મગળવાર તાજેતરમાં વાંકાનેર ઘટક – ૨ ની આંગણવાડીની દીકરીઓને મેંગોપીપલ પરીવાર દ્વારા પ્રોજેક્ટ મુસ્કાન અંતર્ગત નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ કરવામાં આવેલ. મેંગોપીપલ પરીવારના શ્રીમતી મોનાબેન દ્વારા દીકરીઓને તેમની સરળ ભાષામાં સેનેટરી પેડ વિશેના ફાયદા અને શારીરીક સ્વચ્છતા વિશેની સમજણ આપવામાં આવેલ. સેનેટરી પેડ ની માહિતી  મેળવી દરેક દીકરીઓના ચહેરા પર સુંદર સ્મિત આવેલ જેનો શ્રેય મેંગોપીપલ પરીવાર ને મળેલ.

મેંગોપીપલ પરીવારના શ્રી મનીષભાઈ રાઠોડ, શ્રીમતી રુપલબેન રાઠોડ, સિડીપીઓ મયુરીબેન ઉપાધ્યાય, સુપરવાઈઝર વૈશાલીબેન પટગીર, પુર્ણા કન્સલટન્ટ મયુરભાઈ સોલંકી, ટ્રેનર નીતાબેન, SNK HOD કોમલબેન તથા હેલ્પર બહેનો દ્વારા સુંદર જહેમત ઉઠવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૮ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે . સંસ્થા આવા બાળકો માટે રાજકોટ તથા જામનગર માં ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે . ઉપરાંત સંસ્થા દ્વારા ” પ્રોજેક્ટ મુસ્કાન ” દ્વારા સ્લમ વિસ્તારોની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે . આવા સતકર્મોમાં સહભાગી થવા માટે અને સંસ્થાની વધુ માહિતી માટે શ્રી મનીષભાઈ રાઠોડ ( મો ૯૨૭૬૦૦૭૭૮૬ ) નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે. રીપોર્ટ -આરીફ દિવાન મોરબી

રાપર તાલુકા હેલ્થ કચેરી ખાતે ” મોતિયા અંધત્વ બેન્કલોગ” ગુજરાત અંતર્ગત આશા વર્કર ને તાલીમ આપવા માટે તાલીમ બેન્ચ નું આયોજન કરેલ જેમાં ભચાઉ સી.એચ.સી ના સરી કાર્તિક સોલંકી ઓપથલમિક આસિસ્ટન્ટ દ્રવારા કેટરેકટ બેંકલોગ ફ્રી પ્રોગ્રામ અંતર્ગત તાલીમ આપવા માં આવી આવી જેમાં રાપર તાલુકા ની તમામ પી.એચ.સી ની આશા ફેસિલીટર તથા આશાબેન નો હજાર રહેલ તાલીમ દરમિયાન તમામ આશા બહેનો  દ્વારા ઘરોઘર સર્વે કરી ઇ ચાર્ટ દ્વારા લોકો ની તપાસ કરી નજીક ની પીએચસી કે સીએચસી પાર રીફર કરવા તેમજ ગામ ના આરોગ્ય કર્મી ને જાણ કરવા રામજીભાઈ પરમાર તાલુકા હેલ્થ સુપરર્વાઝર દ્વારા  પ્રોગ્રામ અનુરૂપ માહિતી આપવા માં આવી સી.એચ. ઓ શ્રી  ચિરાગભાઈ વાળા.નરેશભાઈ મકવાણા.ધનજીભાઈ પરમાર હુસેનભાઇ જીએજા તેજલ ઉપધાય.વેનુબેન વળવાઈ તાલીમ ની વ્યવસ્થા સંભાળેલ હતી. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: