શ્રી રાપર લોહાણા સમાજની સામાન્ય સભામાં ૩ પ્રમુખોની વરણી કરાઈ.

રાપર લોહાણા સમાજની સામાન્ય સભા શ્રી રાપર લોહાણા મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદેના અધ્યક્ષસ્થાને રાપર લોહાણા મહાજન વાડી મધ્યે યોજાઈ હતી. સભાની શરૂઆત પ્રાર્થના દ્વારા તથા સ્વાગત વિપુલભાઇ રાજદે દ્વારા, દિવંગતોને શ્રધ્ધાંજલિ વસંતભાઈ આદુઆણી દ્વારા, ગત બેઠકનું વાંચન અને આવક જાવકના હિસાબો પ્રભુલાલ રાજદે દ્વારા, અત્યાર સુધીની કામગીરીનો અહેવાલ પારસભાઇ માણેક દ્વારા, સંચાલન તુલસીભાઈ ચંદે દ્વારા તથા આભાર વિધિ જય ચંદે દ્વારા કરવામાં આવી હતી. યુવક મંડળ દ્વારા સમય જ્યોત તથા પોડિયમ ( ડાયસ ) સમાજને ભેટ આપવામાં આવી હતી.

સભામાં રાજેશભાઈ ચંદેને ફરીથી પ્રમુખ બનાવવા માટેની દરખાસ્ત રસીકલાલ આદુઆણી દ્વારા કરવામાં આવી હતી જેને મુકેશભાઈ ઠક્કર, દિનેશભાઈ ચંદે અને ભોગીલાલ મજીઠીયા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. અને મહાજન પ્રમુખ તરીકેની જવાબદારી રાજેશભાઈને સોંપવામાં આવી હતી સભામાં ચાંદ ભીન્ડેને યુવક મંડળના પ્રમુખ બનાવવા માટેની દરખાસ્ત પૂર્વ પ્રમુખ પારસ માણેક દ્વારા કરવામાં આવી હતી જેને જય રાજદે દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. સભામાં મહિલા મંડળના નવા પ્રમુખ તરીકે રંજનબેન રાજદેની દરખાસ્ત ભાવનાબેન ભીન્ડે દ્વારા કરવામાં આવી હતી જેને સર્વેએ વધાવી લીધી હતી.

કાર્યક્રમમાં તુલસીભાઈ ચંદે, પ્રતાપભાઈ મીરાણી, વિપુલભાઇ રાજદે, પ્રભુલાલ રાજદે, ઉમેદભાઇ ચંદે, શંકરલાલ પુજારા,  દિનેશભાઇ ચંદે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સભાની વ્યવસ્થા રાપર લોહાણા યુવક મંડળના પૂર્વ પ્રમુખ પારસ માણેક, જય રાજદે, ચાંદ ભીન્ડે, હરેશભાઈ મજીઠીયા, સુમિત મિરાણી, જય ચંદે , ભાવિન કોડક, હિતેશભાઈ મજીઠીયા વગેરે દ્વારા કરવામાં આવી હતી તેવું યુવક મંડળના પૂર્વ પ્રમુખ પારસ માણેક દ્વારા જણાવવામાં આવ્યું હતું. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: